અજવાળુ


                               અજવાળુ

તાઃ૨૪/૧૧/૨૦૧૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

અંધકાર ભરેલ અવનીએ,સાચી ભક્તિ છે અજવાળુ
શ્રધ્ધા રાખી પ્રભુને ભજતાં,આજીવન સાર્થક થવાનું
.                         …………………અંધકાર ભરેલ અવનીએ.
મળેલ જન્મ માનવનો જગે,એ જ પ્રથમ કૃપા કહેવાય
બીજી કૃપાને મેળવવા કાજે,મળેલ સંસ્કારને સચવાય
આવી આંગણે પ્રભુ રહે,જીવને મુક્તિ માર્ગ મળી જાય
આધી વ્યાધીય આંગણું છોડે,મનથી ભક્તિ જ્યાં થાય
.                       ……………………અંધકાર ભરેલ અવનીએ.
ત્રીજી કૃપા મેળવવાકાજે,માબાપને પ્રેમથી વંદન થાય
મળતા આશિર્વાદ હૈયેથી,જગે જીવન ઉજ્વળ થઈજાય
સુખશાંન્તિની વર્ષાથતા,પવિત્રરાહ જીવનમાં મેળવાય
અંતરથી મળેલ આશિર્વાદ જીવને મુક્તિમાર્ગ દઇ જાય
.                        ……………………અંધકાર ભરેલ અવનીએ.

********************************************

Advertisements

ઉજળી પ્રભાત


                          ઉજળી પ્રભાત

તાઃ૨૩/૧૧/૨૦૧૨                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઉજળી પ્રભાતને પ્રેમ કરતાં,માનવીનોદીવસ સુધરી જાય
નિખાલસતાનો સાથ રહેતાં,ના આફત કોઇ અથડાઇ જાય
.                      ………………..ઉજળી પ્રભાતને પ્રેમ કરતાં.
પહેલા કિરણો લેતા સુરજના,શરીરને સ્વાસ્થ્ય આપી જાય 
દવા દારૂની મોંકણ છુટતા,નાખોટા કોઇ ખર્ચાઓ પણ થાય
રામનામની કેડી છે અનોખી,મેળવવા ભક્તિ પ્રેમથી થાય
ઉજ્વળ પ્રભાતને નિરખીલેતાં,પરમાત્માનોપ્રેમ મળી જાય
.                        ……………….ઉજળી પ્રભાતને પ્રેમ કરતાં.
પ્રીત જલાસાંઇથી કરતાં,જીવનમાં ભક્તિ સાચી થઈ જાય
મનથી સ્મરણ શ્રધ્ધાએ કરતાં,માનવજીવન ઉજ્વળ થાય
લાગણી મોહ અને માયા તો છે,કળીયુગની ભીની ચાદર
પડીજાય જો દેહપર કદીક,તો માનવજીવન વેડફાઇ જાય
.                      ……………….ઉજળી પ્રભાતને પ્રેમ કરતાં.

+++++++++++++++++++++++++++++++++++

શબ્દની કાતર


                         શબ્દની કાતર

તાઃ૨૩/૧૧/૨૦૧૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

શબ્દે શબ્દની કિંમત છે અજાણી,ના કોઇથીય એ અંકાય
સમજીવિચારી શાંન્ત રહેતાં,અંતરની ભાવનાએ પકડાય
.               ……………….શબ્દે શબ્દની કિંમત છે અજાણી.
સુખના શબ્દથી સ્નેહ મળે,ને દુઃખના આંસુ આપી જાય
અદભુત આઅતિથીનીકૃપા,જીવને અનેક રીતેમળીજાય
મુંઝવણનો છે સંગ દેહથી,ના કોઇથીય એનાથી છટકાય
પ્રેમનીસાંકળ શબ્દથી વરસે,જે સુખ યાદુઃખ આપી જાય
.              ……………….શબ્દે શબ્દની કિંમત છે અજાણી.
સંગાથીનોસાથ મળીજાય,જે જીવનમાં અચાનક મેળવાય
પળનેપકડી સંગેરાખતાં,દુઃખના ડુંગર બહુ દુર ભાગી જાય
પ્રીતની પ્યાલી હાથમાં રાખતાં,સૌ મળવાને આવી જાય
શબ્દનીસાચી સમજપડે જીવને,જે હાથમાં હાથ આપીજાય
.                ………………..શબ્દે શબ્દની કિંમત છે અજાણી.

==================================

લથડતી કાયા


                              લથડતી કાયા

તાઃ૨૨/૧૧/૨૦૧૨                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળતી માયા ને ઢળતી કાયાએ,આ દેહ લથડી જાય
સમજી વિચારી કેડી પકડતાં,માનવદેહ ઉજ્વળ થાય
.              ………………..મળતી માયા ને ઢળતી કાયાએ.
કુદરતની કૃપાએજ જગતમાં, સુંદરતા પ્રસરતી જાય
મહેંક મેળવવા જીવનમાં,નિર્મળ માનવતા સચવાય
માયાને જ્યાં મોતદીધુ,ત્યાં જીવનમાં સરળતાદેખાય
જલાસાંઇની ભક્તિ સંગે,મળેલ જન્મ સફળ થઈ જાય
.           ………………….મળતી માયા ને ઢળતી કાયાએ.
દેહ મળતા અવનીએ જીવને,ઉંમરને સાથે છે ગણાય
નાકદી એ અટકે જીવનમાં,એતો સમયની સાથે જાય
વધતીઉંમરે લથડે કાયા,ના જગતમાં કોઇથી છટકાય
મળેદેહથી મુક્તિજીવને,જ્યાં ભક્તિએ જીવન મહેંકાય
.         ……………………મળતી માયા ને ઢળતી કાયાએ.

++++++++++++++++++++++++++++++++++++

બારણે ટકોર


 .                                બારણે ટકોર

તાઃ૨૨/૧૧/૨૦૧૨                                પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઘરના બારણે ટકોરા પડતા,વ્યક્તિ બારણુ ખોલવા જાય
મળેલટકોર વડીલનીએક,સમજતાં જીવન ઉજ્વળ થાય
.                         ………………….ઘરના બારણે ટકોરા પડતા.
આવેલ આંગણે અતિથીને,મનથી આવકાર પણ અપાય
સ્નેહનીસાંકળ પકડીરાખતાં,પ્રેમથી બાથમાં લેવાઇ જાય
મળેલ આવકાર માણતાં,વ્યક્તિનીઆંખમાં આંસુ દેખાય
સ્નેહનીસાચી આજ ટકોરછે,જે પ્રેમના બારણાખોલી જાય
.                         ………………….ઘરના બારણે ટકોરા પડતા.
માનવજીવનમાં મહેંહ પ્રસરે,જ્યાં સ્નેહ ભાવને સમજાય
ટકોરમળે છે જ્યાં વડીલની,ત્યાં કદમને સમજીને ભરાય
આવતી વ્યાધી દુર રહે,જ્યાં જલાસાઇની કૃપા મેળવાય
ભક્તિ આવી બારણે ટકોર દે,ત્યાં આજન્મસફળ થઇજાય
.                         ………………….ઘરના બારણે ટકોરા પડતા.

===================================

લગ્નદીનની ઉજવણી


.

.

.

.

.

.

.

.                        લગ્નદીનની ઉજવણી

તાઃ૨૧/૧૧/૨૦૧૨  (તાઃ૨૧/૧૧/૨૦૧૧) પ્રદીપ બ્રહ્મભટ્ટ

સમયની સાંકળ અતિ નિરાળી,સમજી ચાલતા સમજાય
આજકાલની અનંતલીલા,ના કોઇથીય એનાથી છટકાય
.                    …………………..સમયની સાંકળ અતિ નિરાળી.
જન્મ મળે ત્યારે જન્મદીન,અને લગ્ન કરે તેછે લગ્નદીન
ઉજવણી આ બે દીવસની,જેમાં સ્નેહીઓના હરખાય દીલ
વ્હાલાદીકરા રવિના લગ્નને,આજે એકવર્ષ પુર્ણ થઈ જાય
આવી હિમા વહુ બનીઘરમાં,જલાસાંઇની કૃપા વરસી જાય
.                      …………………..સમયની સાંકળ અતિ નિરાળી.
ઉજ્વળ ભાવિ પ્રભુકૃપાએ,જે સંસ્કારને સાચવી સુખી થાય
મળે પ્રેમ વડીલોનો જીવનમાં,ત્યાં સાચી નિર્મળતાદેખાય
પ્રદીપરમાના આશિર્વાદસદા,રવિ હિમાને પ્રેમે મળી જાય
સુખનીવર્ષા સંતજલાસાંઇ કરે,જે જીવને મુક્તિઆપી જાય
.                       …………………. સમયની સાંકળ અતિ નિરાળી.

*****************************************************************
.                    .અમારા વ્હાલા સંતાન રવિના લગ્નજીવનને એક વર્ષ થયુ.અ.સૌ.હિમાના
પત્ની તરીકેના સંબંધને એક વર્ષ થયું.અમારા કુળમાં સંસ્કાર ભક્તિ અને પ્રેમ સાચવી
સુખ સમૃધ્ધિ અને શાંન્તિ મેળવી જીવનમાં આનંદ મેળવે તે સંત જલારામબાપા અને
સંત પુજ્ય સાંઇબાબાને પ્રાર્થના.                 (તાઃ૨૧/૧૧/૨૦૧૧)       તાઃ૨૧/૧૧/૨૦૧૨.
 લી. પ્રદીપ,રમાના અંતરથી આશિર્વાદ સહિત જય જલાસાંઇ.

++++++++++++++++++++++++++++++++++++++++++++++++

પ્રેમી જ્યોત


                                    પ્રેમી જ્યોત

તાઃ૨૦/૧૧/૨૦૧૨                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

જ્યોત જલીયાણની જીવને અડકે,ના અવનીએ એ જીવ ભટકે
જલાસાંઇની કેડી છે ન્યારી,સૌ જીવોને એલાગે છે અતિ પ્યારી
.                         ……………….. જ્યોત જલીયાણની જીવને અડકે.
જન્મ જીવના બંધન તો કર્મથી,ના જીવ કોઇ છટકે અવનીથી
આવી લીધો જન્મ ધરતીએ,માનવીએ સંગ રાખવો ભક્તિથી
મળી જાય જો મોહનેમાયા,તો પ્રેમી જ્યોત લેજો જલાસાંઇથી
ઉજ્વળ જીવનની રાહ મળતાં,જીવને મળશે જયોત મુક્તિની
.                        ………………….જ્યોત જલીયાણની જીવને અડકે.
કળીયુગના અંધકારમાં આજે,માનવ મન દેખાવમાં ભટકાય
અંતરની ઉર્મીને રોકતા જીવે,પ્રભુકૃપાએ ઉજ્વળતા છલકાય
મળે પ્રેમ સગા સંબંધીઓનો,જીવનમાં સુખ શાંન્તિ મેળવાય
પ્રેમી જ્યોત મળતા જીવનમાં,અંધકારની વિદાય થઈ જાય
.                        ………………….જ્યોત જલીયાણની જીવને અડકે.

========================================