સમયની સાંકળ


                             સમયની સાંકળ

તાઃ૧/૧૨/૨૦૧૨                                પ્રદીપ બ્રહ્મભટ્ટ

સમયની પકડી જ્યાં સાંકળ,ત્યાં નાઆવે જીવનમાં ડાકણ
ગતિ મતીની સમજ થતાં,મળેલ જીવન થઈ જાય પાવન
.                       …………………..સમયની પકડી જ્યાં સાંકળ.
સ્નેહ આવે જીવનમાં જ્યાંઆગળ,ત્યાં મળે સ્નેહના વાદળ
માનવતાની મહેંક પ્રસરતા,મળેલ જન્મ થઈ જાય સાર્થક
અવનીપરના આગમને,ભક્તિનીજ્યોત લઈ જાય આગળ
મહેંક માનવતાની મહેંકતા,સમયની મળી જાય છે સાંકળ
.                       ……………………સમયની પકડી જ્યાં સાંકળ.
સરળ કેડી સમયની જગતમાં,સમજણે માનવીને સમજાય
સુખદુઃખનાવાદળ તોવરસે,કદમકદમને સાચવીને છટકાય
ટળી જાય આફતની હેલી,ત્યાં આવી જાય છે શાંન્તિ પહેલી
મળી જાય જ્યાં પ્રેમ જલાસાંઇનો,જીવને મુક્તિછે મળનારી
.                          …………………..સમયની પકડી જ્યાં સાંકળ.

******************************************************