સાચો સ્નેહ


.                           .સાચો સ્નેહ

તાઃ૫/૧૨/૨૦૧૨                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

સ્નેહ મારો ભઈ સાચો,જ્યાં નામ તમે મારૂ વાંચો
પ્રેમ અંતરથી હું આપું,ત્યાં જલાસાંઇનીકૃપા લેતો
.                   ………………………સ્નેહ મારો ભઈ સાચો.
નિર્મળતાનો સંગ સદા રાખું,ના મોહ માયા હુ આપુ
સરળજીવનમાં સૌને લઈ,પ્રેમનીજ્યોતને પ્રગટાવુ
મળે મને પ્રેમઅંતરથી,એજ ભક્તિની મળી છે કેડી
અભિમાનનાવાદળફેંકતા,સાચા સ્નેહની વર્ષા લેતી
.                       …………………….સ્નેહ મારો ભઈ સાચો.
નિર્મળ આંખે જ્યોતપ્રેમની,જળહળતીએસદા રહેતી
આશિર્વાદનો સંગરહેતો,જ્યાં વડીલની કૃપા મળતી
સંગાથીઓનો અનંત પ્રેમ,હ્યુસ્ટન લાવી આપી દીધો
કલમના પ્રેમનીવર્ષા મળતાં,સૌનો સાથ સાથે લીધો
.                          …………………..સ્નેહ મારો ભઈ સાચો.

#######################################

સ્નેહની શીતળતા


                       સ્નેહની શીતળતા

તાઃ૫/૧૨/૨૦૧૨                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

શીતળ પવનની લહેર મળતાં,દીવસ મહેંકી જાય
શાંન્તિ આવી મનનેમળતાં,સ્નેહ શીતળ થઈ જાય
.                  ………………….શીતળ પવનની લહેર મળતાં.
લાગણી કેરા વાદળ ઘુમતાં જ,પ્રેમની વર્ષા અનુભવાય
ના માયાના બંધનરહે દેહને,નેજીવને શાંન્તિ અડી જાય
પ્રભુકૃપાએ અણસાર મળે,જે સાચો ભક્તિમાર્ગ દઈ જાય
ઉજ્વળતાના સોપાન મળતાં,માનવ જીવન મહેંકી જાય
.                 …………………..શીતળ પવનની લહેર મળતાં.
અનેક રૂપે સંગાથ મળે દેહને,જે સૌ કામ સરળ કરી જાય
પ્રેમનીપાવન જ્યોત જલતાં,જીવનમાં ઉજાસ મળી જાય
સરળતાના વાદળ ઘેરાતા,શીતળ સ્નેહનીવર્ષા થઈ જાય
મનની માગણી કોઇ નારહેતાં,ઉજ્વળ આજીવન થઈ જાય
.                  …………………..શીતળ પવનની લહેર મળતાં.

====================================