રામનામ


                         .રામનામ

તાઃ૯/૧૨/૨૦૧૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ 

રામનામની માળા જપતાં,આ જીવન ઉજ્વળ થાય
શ્રધ્ધા ને વિશ્વાસના સંગે,પાવનકર્મ જીવનમાં થાય
.                    ………………..રામનામની માળા જપતાં.
નિર્મળ ભાવના સંગે રહેતાં,ના અભિમાન અથડાય
સ્નેહ મળે જ્યાં સંગીનો,ત્યાં સરળ જીવનથઈ જાય
જલાસાંઇની એક જ દ્રષ્ટિએ,ભક્તિ પ્રેમ મળી જાય
મળેલ જીવન સાર્થક થતાં,આ જન્મસફળ પણ થાય
.                       ………………..રામનામની માળા જપતાં
પ્રભુ રામની જ્યોત પ્રગટતા,પાવન રાહ મળી જાય
કર્મની કેડી દેહની સંગે,જીવને જન્મમરણ દઈ જાય
સંસ્કાર સાચવી જીવન જીવતાં,ભક્તિ ભાવ મેળવાય
મનથી કરેલ માળા રામની,સાચી શીતળતા દઈજાય
.                   ………………..રામનામની માળા જપતાં.

===================================

પ્રીતની રીત


                               પ્રીતની રીત

તાઃ૮/૧૨/૨૦૧૨                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રેમ જીવનમાં પામી લેતા,જીવનેસુખ શાંન્તિ મળી જાય
આશીર્વાદની એક જ કેડીલેતાં,આ  જન્મસફળ થઈ જાય
.                           …………………પ્રેમ જીવનમાં પામી લેતા.
મળતા પ્રેમ માબાપનો,સંતાનને જીવન રાહ આપી જાય
જ્યોત પ્રેમની જીવને મળતાં,પાવન કર્મજીવનમાં થાય
ભણતરનો જ્યાં સંગ લીધો,જીવનમાં ઉજ્વળતા લેવાય
ના મોહ માયા કે અભિમાન અડકે,જીવન નિખાલસ થાય
.                          ………………….પ્રેમ જીવનમાં પામી લેતા.
સ્વાર્થની સાંકળ દુર રાખતાં,સૌનો સ્નેહ પ્રેમ મળી જાય
આફત નાઆવે જીવનમાં,જ્યાં જલાસાંઈની ભક્તિ થાય
પ્રીત સાચી પ્રભુથી કરતાં,જીવથી મુક્તિમાર્ગ મળી જાય
પ્રીતનીરીત અનોખીભક્તિની,જ્યાંથી સ્વાર્થ ભાગી જાય
.                         …………………..પ્રેમ જીવનમાં પામી લેતા.

++++++++++++++++++++++++++++++++++++++++