સાગર જેવુ દીલ


.                       સાગર જેવુ દીલ

તાઃ૧૭/૧૨/૨૦૧૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

સરળ સાથ જીવનમાં મળતાં,આ જીવન મહેંકી જાય
સાચા પ્રેમનો સાથ રહેતાં,આ દીલ સાગર થઈ જાય
.              ………………….સરળ સાથ જીવનમાં મળતાં.
જન્મ મળતાં મળેકેડી જીવને,અવનીએ બંધન કહેવાય
જીવના બંધન કર્મસંગે,જે જીવને અવનીએ લાવી જાય
ભક્તિકેરા સંગાથે જીવનમાં,સંબંધનો સ્પર્શ છુટતો જાય
જલાસાંઇની જ્યોત પ્રગટતાં,પ્રેમનો સાગર મળી જાય
.              ………………….સરળ સાથ જીવનમાં મળતાં.
નિર્મળતાના વાદળ મળતા,જીવનો જન્મ પાવન થાય
અંતરને મળતો પ્રેમ સાચો,મળેલ જન્મસફળ કરી જાય
પવિત્ર થતાં કર્મથી જીવનમાં,દીલને શાંન્તિ મળી જાય
સાગર જેવુ દીલ રાખતાં,જગતમાં સૌનો પ્રેમ મળી જાય
.           ……………………  સરળ સાથ જીવનમાં મળતાં.

===================================