લાગણીનો દરીયો


.                    .લાગણીનો દરીયો

તાઃ૨૬/૧૨/૨૦૧૨                     પ્રદીપબ્રહ્મભટ્ટ

જીવનમાં ના આંધી આવે,કેના વ્યાધી કોઇ જ દેખાય
સરળ જીવનની સાંજ મળે,ત્યાં ઉજ્વળ જીવન થાય
.                         ………………..જીવનમાં ના આંધી આવે.
પ્રભુની ભક્તિ એ અજબ શક્તિ,જીવને શાંન્તિ થઈ જાય
નાહકની ચિંતાને ફેકતા જીવનમાં,સુખ સાગર છલકાય
મળે જ્યાં સાચો પ્રેમ જગતમાં,ના લાગણીઓ ઉભરાય
પ્રેમ અંતરનો સાચો મળે જીવને,ના અપેક્ષા કોઇ રખાય
.                        ………………….જીવનમાં ના આંધી આવે.
મળેપ્રેમ માબાપનો સંતાનને,એ પ્રેમ અંતરનો કહેવાય
લાગણીનો ના ઉભરો રહે ત્યાં,કે ના અપેક્ષાની કોઇ દોર
કર્મબંધન કેડી જીવની,જે જલાસાંઇની કૃપાએ છુટી જાય
ના મળે મુક્તિ જીવને, જ્યાં લાગણીનો દરીયો ઉભરાય
.                        …………………..જીવનમાં ના આંધી આવે.

=========================================