આકાશ


.                              .આકાશ

તાઃ૨૯/૧૨/૨૦૧૨                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

કાશ મને આકાશ મળે તો,સૌ મુંઝવણ સમજાઇ જાય
અનેક પ્રશ્નોની કેડી મારી,સરળ જીવન થતાં હરખાય
.                      ……………….. કાશ મને આકાશ મળે તો.
નિરખું જ્યારે હું ઉંચે આકાશમાં,ના કાંઇજ મને દેખાય
સુરજની ઉજળી હુંફાસ મળતાં,દિવસ મને મળી જાય
ના આંખોની તાકાત જગે,કે બપોરના સુરજને જોવાય
અંધારૂ વ્યાપતા આકાશમાં,ચંન્દ્રના દર્શન આંખે થાય
.                     ………………….કાશ મને આકાશ મળે તો.
શીતળ પવન સ્પર્શે શરીરને,ત્યાં મીઠી લ્હેર મળી જાય
એજ પવન જ્યાં ઉતાવળ કરે,ત્યાંજ સઘળુય તુટી જાય
કુદરતની આલીલા એવી,જે શરીરને સ્પર્શતા સમજાય
નામાનવીની કોઇ શક્તિ,જે આપ્રસંગને આંખે જોઇજાય
.                      …………………કાશ મને આકાશ મળે તો.

===================================

બહેન આવી


Vipulaben Shaila

 

 

 

 

 

 

 

 

 

 

.

.                                 બહેન આવી

 ૨૯/૧૨/૨૦૧૨                                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રેમ પારખી અમારા અંતરનો,મારી વ્હાલી બહેન આવી અહીં
વર્ષો વર્ષની પ્રેમની  કેડીને,આજે  સાચા પ્રેમે જ પકડાઇ  ગઈ
એમ વિપુલાબેનની આંખો જોતાં,આજેએતો ભીની દેખાઇ ગઈ
.                          ………………….પ્રેમ પારખી અમારા અંતરનો.
પ્રેમની સાચી શીતળતા મળી,ત્યાં  ભાવનાની આંખો ભીની થઇ
પ્રીથીલા આવી દોડી બારણે,એતો માસીની બાથમાં છુપાઇ ગઈ
ભીની આંખે પુનિતા જોતી,મમ્મીમાસીની સ્નેહે આંખો ભીની થઈ
આજે આવ્યો પ્રસંગ અનેરો,જોઇ કૃષ્ણાની લાગણી ઉભરાઇ ગઈ
.                          …………………..પ્રેમ પારખી અમારા અંતરનો.
શૈલા મારી બહેન નાની આવીહ્યુસ્ટન,સંગે સબ્રીના દીકરી આવી
ઇઝાઝ એના પતિ છે વ્હાલા,સંગે દીકરા અનીષનો પ્રેમએ લાવી
બાથમાં લેતાં નાની  બહેનને,હૈયા પ્રેમથી આંખો મારી ઉભરાતી
વર્ષોવર્ષની અલગતા તુટતાંજ, અંતરની લાગણીઓ મેળવાતી
.                         …………………. પ્રેમ પારખી અમારા અંતરનો.

************************************************************
.                   .વિપુલાબેનની નાની બહેન શૈલાબેન તેમની દીકરી શબ્રીના સાથે
હ્યુસ્ટન આવી તેની યાદ રૂપે આ લખાણ વિપુલાબેન પરિવાર તરફથી સપ્રેમ ભેંટ.
તાઃ૨૭/૧૨/૨૦૧૨.          ગુરૂવાર

સ્મરણ સાંઇનુ


 .                      . સ્મરણ સાંઇનુ

તાઃ૨૯/૧૨/૨૦૧૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવનની ઝંઝટને તોડે,ને ના આફત કોઇ અથડાય
સ્મરણ સાંઇનુ પ્રેમે કરતાં,જીવને શાંન્તિ મળી જાય
.                  …………………જીવનની ઝંઝટને તોડે.
નિર્મળ જીવન જીવને મળતાં,પાવન કર્મ થઈ જાય
બાબાની એક જ દ્રષ્ટિ પડતાં,જન્મ સફળ પણ થાય
વાણીવર્તન પ્રેમ સંગે જીવતાં,સૌનો પ્રેમ મળી જાય
સ્મરણ માત્ર અંતરથી કરતાં,જીવ મુક્તિએ હરખાય
.               ………………….. જીવનની ઝંઝટને તોડે.
સાચી ભક્તિનો સંગ રહેતા,જીવનમાં સદકર્મ થાય
કળીયુગની ના કેડી મળે,કે ના મોહમાયા અથડાય
શ્રધ્ધા ભક્તિ એજ છે સબુરી,માનવમનને સમજાય
સાંઇસાંઇની સરળ રાહે,જીવ પર પ્રભુની કૃપા થાય
.                …………………..જીવનની ઝંઝટને તોડે.

@@@@@@@@@@@@@@@@@@@@@@@@