સ્મરણ સાંઇનુ


 .                      . સ્મરણ સાંઇનુ

તાઃ૨૯/૧૨/૨૦૧૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવનની ઝંઝટને તોડે,ને ના આફત કોઇ અથડાય
સ્મરણ સાંઇનુ પ્રેમે કરતાં,જીવને શાંન્તિ મળી જાય
.                  …………………જીવનની ઝંઝટને તોડે.
નિર્મળ જીવન જીવને મળતાં,પાવન કર્મ થઈ જાય
બાબાની એક જ દ્રષ્ટિ પડતાં,જન્મ સફળ પણ થાય
વાણીવર્તન પ્રેમ સંગે જીવતાં,સૌનો પ્રેમ મળી જાય
સ્મરણ માત્ર અંતરથી કરતાં,જીવ મુક્તિએ હરખાય
.               ………………….. જીવનની ઝંઝટને તોડે.
સાચી ભક્તિનો સંગ રહેતા,જીવનમાં સદકર્મ થાય
કળીયુગની ના કેડી મળે,કે ના મોહમાયા અથડાય
શ્રધ્ધા ભક્તિ એજ છે સબુરી,માનવમનને સમજાય
સાંઇસાંઇની સરળ રાહે,જીવ પર પ્રભુની કૃપા થાય
.                …………………..જીવનની ઝંઝટને તોડે.

@@@@@@@@@@@@@@@@@@@@@@@@

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: