વિશ્વાસનો સાથ


.                       .વિશ્વાસનો સાથ

 તાઃ૪/૨/૨૦૧૩                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભજીલે મનથી તુ શ્રી રામ,તારા સરળ થશે સૌ કામ
મળશે જીવનમાં તને સાથ,તારી પુરણ કરશે આશ
.               …………………ભજીલે મનથી તુ શ્રી રામ.
મીરાંબાઇની માયા ભક્તિની,ઉજ્વળ બની પ્રભાત
શ્રધ્ધારાખી પ્રભુ સ્મરણતાં,મળ્યો જીવે મુક્તિ સાથ
પાંડવોના સાર્થી બનતાં,તીરે કર્યા કૌરવોને મહાત
મહાભારતનીગાથા ઉજ્વળ,કૃષ્ણેકરી દીધી અપાર
.               …………………ભજીલે મનથી તુ શ્રી રામ.
સુખ દુઃખની સાંકળને તોડે,જ્યાં મળે છે ભક્તિની ઢાલ
વિશ્વાસરાખી એક જ ટેકે જીવતાં,શ્રીરામસીતા હરખાય
આવીઆંગણે કૃપામળે પ્રભુની,જ્યાં નિર્મળ શ્રધ્ધા હોય
મુક્તિમાર્ગની કેડી મળતાં,જીવનાજન્મમરણ છુટી જાય
.               ………………….ભજીલે મનથી તુ શ્રી રામ.

************************************************