લીલા કરતારની


.                       .લીલા કરતારની

તાઃ૧૦/૨/૨૦૧૩                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

આવતી વ્યાધી લઇ આવે ઉપાધી,જીવન વેડફાઇ જાય
શાંન્તિ શાંન્તિ શોધતા જીવનમાં,મુંઝવણો વધતી  જાય
.              ……………….આવતી વ્યાધી લઇ આવે ઉપાધી.
નિર્મળ રાહ ના મળે જીવને,ત્યાં અશાંન્તિ આવી જાય
સુખની શોધતાસીડી જીવનમાં,નામાર્ગ કોઇ મેળવાય
લાગણી પ્રેમને પકડી ચાલતાં જ,દુઃખસાગર છલકાય
નારાહ સાચી મળે જીવને,ત્યાં જીવને અકળામણ થાય
.            …………………આવતી વ્યાધી લઇ આવે ઉપાધી.
નિર્ધનને ધનવાન કરે કળીયુગ,ને રાજા અપંગ થાય
કરતારની છે આ અજબલીલા,એ ભક્તિમાર્ગે દુરજાય
સાચી ભક્તિ મનથી કરતાં,જગે માનવતા મહેંકી જાય
કુદરતની કાતરથી બચે, જ્યાં જલાસાંઇની કૃપા થાય
.              ……………….આવતી વ્યાધી લઇ આવે ઉપાધી.

===================================