મા કાલિને


kalli_mata

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.                             .મા કાલિને

તાઃ૧૧/૨/૨૦૧૩                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

કાળકા માને ચરણે સ્પર્શતા,ૐ ક્રીં કાલિયે નમઃ બોલાય
મનને અતુટ શાંન્તિમળતા,જીવનેમાની કૃપા મળી જાય
.                     …………………કાળકા માને ચરણે સ્પર્શતા.
અદભુત શક્તિ માતાની જગે,ના કોઇનાથી તેને તોલાય
કૃપા માતાની પ્રદીપને મળતાં,રમા,રવિ,દીપલહરખાય
કુળદેવી છે અમારી મા કાલિકા,ધુપદીપથી માને પુંજાય
ભુતપ્રેતને એજ ભગાડે,જગમાં જીવન ઉજ્વળ કરી જાય
.                     …………………કાળકા માને ચરણે સ્પર્શતા.
કરુણાનો સાગર મા કાલિ,જીવને સાચીભક્તિએ સમજાય
અષ્ટભુજાળી મા છે દયાળુ,જ્યાં માતાને પ્રેમથીજ પુંજાય
નિર્મળતાનો સંગ રહે જીવનમાં,ના આધીવ્યાધી અથડાય
અજબશક્તિ માતાની જગે,જે જીવને પાવનકર્મે સમજાય
.                    ………………….કાળકા માને ચરણે સ્પર્શતા.

+++++++++++++++++++++++++++++++++++++++++++

Advertisements

કુદરતની કાતર


.                        .કુદરતની કાતર

તાઃ૧૧/૨/૨૦૧૩                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

કુદરતની છે કાતર નિરાળી,ના કોઇ જીવથી છટકાય
કર્મ વર્તનની કેડી વાંચતા,કુદરતી ઝાપટ પડી જાય
.                      …………………..કુદરતની છે કાતર નિરાળી.
મોહમાયાની ચાદર છુટતાં,જીવેનિર્મળ રાહ મળી જાય
જીવને મળેલ કર્મના બંધન,સાચી ભક્તિએ છુટી જાય
મળેલ માયા કાયાને સ્પર્શે,ત્યાં આજીવન વેડફાઇ જાય
અહીં તહીંની સમજ છુટતાં,જીવ જન્મ મરણથી બંધાય
.                       …………………..કુદરતની છે કાતર નિરાળી.
મળે દેહ અવનીએ જીવને,એ વાણી વર્તનથી જ સંધાય
જીવન ઉજ્વળ કરવા કાજે,સાચી ભક્તિ જીવથી પકડાય
આવી આંગણે કૃપામળેપ્રભુની,લાયકાત જીવની કહેવાય
મુક્તિમાર્ગના દ્વાર ખુલતાં,જીવ કર્મનાબંધનથી છુટી જાય
.                       …………………..કુદરતની છે કાતર નિરાળી.

===================================