ભક્તિ તાલ


.                        .ભક્તિ તાલ

તાઃ૧૩/૨/૨૦૧૩                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

શાંન્તિ આવતી દોડી આંગણે,જ્યાં પ્રભુકૃપા મળીજાય
મનથી કરતાં ભક્તિ સાચી,નિર્મળ  શ્રધ્ધા આપી જાય
.                      ………………શાંન્તિ આવતી દોડી આંગણે.
પુંજન અર્ચન પ્રેમથી કરતાં,જીવને ભક્તિ રાહ મળી જાય
મળેલ કેડી જીવને અવનીએ,નિર્મળ સુખ શાંન્તિદઈ જાય
ભક્તિ નિર્મળ પ્રેમથી કરતાં,સાચી સંત કૃપાય મળી જાય
જીવને ઉજ્વળરાહ મળતાં,નાકોઇ આફત પણઆવી જાય
.                    …………………શાંન્તિ આવતી દોડી આંગણે.
કર્મની કેડી જીવથી છુટે,જ્યાં સંત જલાસાંઇની પુંજા થાય
ધુપદીપને નિત્ય પ્રેમથી કરતાં,કૃપાએ જીવને શાંન્તિ થાય
માગણીમોહ છોડી પુંજતાં,પરમકૃપા પ્રભુની જીવ પર થાય
અંત આવે દેહનો અવનીએ,બારણે પરમાત્મા આવી જાય
.                  …………………. શાંન્તિ આવતી દોડી આંગણે.

===================================

સરળતાનો સંગ


.                       .સરળતાનો સંગ

 તાઃ૧૩/૨/૨૦૧૩                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઝટપટ ચાલતી જીંદગીમાં,ના કદી સરળતા મેળવાય
મનને મળતી મુંઝવણમાં,આ જીવ ઝંઝટમાં લબદાય
.                       ………………….ઝટપટ ચાલતી જીંદગીમાં.
કળીયુગ કેરી આ ચાલમાં,સદા માનવી જ ફસાઇ જાય
મોહમાયાનો સંગ જીવનમાં રહેતા,ના સરળતા જોવાય
મનમાં રહેલ શ્રધ્ધાને સહારે,જીવથી વ્યાધીને મેળવાય
સરળતાનો સંગ શોધતા જીવનમાં,તકલીફો મળી જાય
.                       ………………….ઝટપટ ચાલતી જીંદગીમાં.
સમજી વિચારી ચાલતાં જીવનમાં,સાચી રાહ મળી જાય
કુદરતકેરી દ્રષ્ટિ પડતાં જીવને,કામ ધીમે ધીમે સમજાય
મળે જીવનમાં જ્યાં કૃપા જલાની,પાવન રાહને પકડાય
સાંઇબાબાનુ શરણુ મળતાં,કળીયુગી કાતર ચાલી જાય
.                      …………………..ઝટપટ ચાલતી જીંદગીમાં.

===================================