શીતળ સવાર


                     . શીતળ સવાર

તાઃ૨૨/૨/૨૦૧૩                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

અંધકારની કેડી છોડી દેતા,ઉજ્વળ પ્રભાત મળી જાય
શાંન્તિનો સંગાથ મેળવતા,શીતળ સવાર આવી જાય
.                             ……………….અંધકારની કેડી છોડી દેતા.
માનવતાની મહેંક પ્રેસરે,ત્યાં સફળતાય મળતી જાય
નિર્મળતાને માણી  લેતા,જીવનમાં શાંન્તિ પ્રસરી જાય
મોહમાયાની ચાદરછુટતાં,મળેલ જન્મસફળ થઈ જાય
લાગણી માગણીને નેવે મુકતાં,માનવતા મહેંકતી જાય
.                          ………………….અંધકારની કેડી છોડી દેતા.
કુદરતની અસીમકૃપાએ,પરમાત્માની ઓળખ થઇ જાય
પ્રભાતપહોરમાં પ્રેમેપુંજન કરતાં,સંત જલાસાંઇ હરખાય
કળીયુગની કેડીને છોડતા,જીવની ઝંઝટ પણ ભાગી જાય
શીતળ સવારનો સંગમળે,આ પામર જીંદગીપાવન થાય
.                            ………………..અંધકારની કેડી છોડી દેતા.

=======================================