પિતાનો જન્મદીન


                     .પિતાનો જન્મદીન (એપ્રીલ ૧૬)

તાઃ૨૩/૪/૨૦૧૩                                         પ્રદીપ બ્રહ્મભટ્ટ                         

પરમ પુજ્ય પિતાજીનો એપ્રીલ ૧૬મીએ, જન્મદીન ઉજવાય
લાગણી મોહ ને માયાને છોડી,પિતાના ચરણોમાં વંદન થાય
એવા મારા વ્હાલા પિતાનો.આજે ૯૩મો જન્મદીવસ ઉજવાય
.                                    ……………………પરમ પુજ્ય પિતાજીનો.
ભણતરની કેડી દીધી સંતાનોને,ને સાથે દીકરીઓને સંસ્કાર
મનથી મહેનત કરતા જીવનમાં,મળી ગયાછે સૌને સોપાન
નિર્મળતાનોસંગ રાખીને જીવતા,પરદેશમાં એ પહોંચી જાય
ભક્તિપ્રેમને પકડી ચાલતા,જીવનથી મોહમાયા ભાગી જાય
.                                      …………………..પરમ પુજ્ય પિતાજીનો.
પ્રેમની સાંકળ દીધી માતાએ,જે સંસ્કારને સાથે રાખી જાય
આંગળી ચીંધી પિતાજીએ સંતાનોને,જે ભણતરે દોરી જાય
સમયને પકડી સંતાનો ચાલતા,ના વ્યાધી કોઇજ અથડાય
મળે જગતમાં પ્રેમસૌસંબંધીઓનો,ને આશીર્વાદ મળી જાય
.                                     …………………..પરમ પુજ્ય પિતાજીનો.

++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
મારા વ્હાલા પુજ્ય પિતાજીનો ૯૩મો જન્મદીવસ મારા વ્હાલા ભાઇ બહેન ઉજવી રહ્યા છે.
તે પ્રસંગને પુજ્ય સંત જલારામ બાપા અને સંત પુજ્ય સાંઇબાબાને અંતરથી મારી પત્ની
અ.સૌ.રમા તથા મારા સંતાન રવિ અને દીપલ સહિત પ્રાર્થના કે તેમને સર્વ રીતે અખંડ શાંન્તિ આપી તેમના જીવને પવિત્ર રાહ આપે.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ ના પરિવાર સહિત વંદન.
================================================================

અવધુત


. .                          અવધુત

તાઃ૨૨/૪/૨૦૧૩                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

અવધુતની ઓળખાણ જગતમાં,સાચી ભક્તિએ થઈ જાય.
કળીયુગની કાયામાં ફરતા જીવો,કર્મધર્મથીજ લટકી જાય
.                      ………………….અવધુતની ઓળખાણ જગતમાં
માયાની જ્યાં પહેરી લંગોટી,મન અહીં તહીં ભટકી જાય
ચટકી ભટકી રખડતાંજ જીવો,અપેક્ષાએ પગે લાગી જાય
દેખાવની દુનીયાના અવધુતો,આશીર્વાદે અથડાઇ જાય
મળે જ્યાં જીવે કળીયુગની કેડી,દુખસાગર છલકાઇ જાય
.                     …………………..અવધુતની ઓળખાણ જગતમાં.
અવનીપર નાભટકે અવધુત,નાભીખ માગતા ફરી જાય
ઉજ્વળ જીવન દેખાવનો રાખી,અહીંતહીં એ આવી જાય
નાદેહની તાકાત અવનીએ,કે નાસદમાર્ગ કોઇએ દેવાય
ભટકી રહેલ જીવો કળીયુગમાં,મારૂતારૂ ના બંધને બંધાય
.                  ……………………. અવધુતની ઓળખાણ જગતમાં

======================================

વડીલને વંદન


   .                   .વડીલને વંદન

તાઃ૧૯/૪/૨૦૧૩                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

વંદન વડીલને મનથી કરતાં,આશીર્વાદ મળી જાય
નિર્મળ જીવનની રાહ મળતાં,કર્મ પાવન થઈ જાય
.                  ………………..વંદન વડીલને મનથી કરતાં.
જન્મ મળેલ અવનીએ જીવને,માનવીએ સાર્થક થાય
કર્મની કેડી મળે જીવને,જ્યાં જલાસાંઇ કૃપા થઈ જાય
મનને આવી મળે શાંન્તિ,જીવનો જન્મસફળ કરી જાય
પાવનકેડી માનવતા એ મળતા,ધર્મબંધન મળી જાય
.                   …………………વંદન વડીલને મનથી કરતાં.
કર્મધર્મના અતુટ બંધન,જીવને મુક્તિમાર્ગે દોરી જાય
મળે માનવતાની મહેંક જીવનમાં,સદમાર્ગ મળી જાય
આવી આંગણે પ્રેમ મળતાં,માનવતા પણ મહેંકી જાય
એકજ આશીર્વાદ અંતરથી મળતાં,મુક્તિરાહ મળીજાય
.                 ……………………વંદન વડીલને મનથી કરતાં.

====================================

નિર્મળ પ્રેમી


                            .નિર્મળ પ્રેમી

તાઃ૧૭/૪/૨૦૧૩                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

સરળ પ્રેમના સંકેત મળે,જ્યાં નિખાલસતા સહેવાય
નિર્મળ પ્રેમની જ્યોત પ્રગટતા,અનેક જીવો હરખાય
.                            ………………સરળ પ્રેમના સંકેત મળે.
આવી આંગણે પ્રેમ મળે,જ્યાં માનવતાને સચવાય
ઉજ્વળતાની કેડીમળતા,જીવને શાંન્તિય મળી જાય
કળીયુગની ના કાતર ફરે,કે ના મોહમાયા અથડાય
નિર્મળ પ્રેમીની એક જ દ્રષ્ટિએ,જીવન ઉજ્વળ થાય.
.                             ………………સરળ પ્રેમના સંકેત મળે.
અંતરમાં આનંદહેલી,ને જીવને અનંત આનંદ થાય
પ્રેમનીવર્ષાએ પાવન જીવન,સાચીરાહ મેળવી જાય
જલાસાંઇની પાવન દ્રષ્ટિએ,જીવ બંધનથી છુટીજાય
સુખદુઃખની ના રાહ મળે,ત્યાં જન્મ સફળ થઈ જાય
.                            ……………….સરળ પ્રેમના સંકેત મળે.
++++++++++++++++++++++++++++++++++++++

ચૈત્રી નોરતા


.                          .ચૈત્રી નોરતા

તાઃ૧૨/૪/૨૦૧૩                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

ગરબે ઘુમતી માડીને,ચરણે વંદન વારંવાર
પવિત્ર ચૈત્રી નવરાત્રી,ઉજવે ભક્તો અપાર
.                              . …………ગરબે ઘુમતી માડીને.
ઢોલ નગારા વાગતા,માતાના ભક્તો નાચતા
તાલી તાલની સાથે,માને રાજી કરવા આવતા
અંબાજીથી મા અંબા આવે,કાળકા પાવાગઢથી
ચોટીલાથી ચામુંડા આવે,મામેલડી વલાસણથી
.                                   ………..ગરબે ઘુમતી માડીને.
માડી તારી કૃપા મેળળતાં,આ જીવન પાવન થાય
ઉજ્વળ જીવન પામી લેતા,જન્મ સફળ થઈ જાય
મોહમાયાની ચાદર છુટતાં,મા કૃપા જીવ પર થાય
નવરાત્રીના નવ દીવસે,મા તારા દર્શન થઈ જાય
.                                  ………….ગરબે ઘુમતી માડીને.

+++++++++++++++++++++++++++++++=

ભક્તિસાચી


.                                 .ભક્તિસાચી

તાઃ૬/૪/૨૦૧૩                                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિ સાચી મનથી કરતાં,નાવ્યાધી કોઇ જીવનમાં મળતાં
જીવ પર થાય કૃપાની વર્ષા,ઉજ્વળ જીવન સાર્થક બનતા
.                             …………………..ભક્તિ સાચી મનથી કરતાં.
મોહમાયાથી જકડે છે કળીયુગ,ના છટકે અવનીએ અવધુત
સરળ જીવનમાં વ્યાધીઓમળતી,માનવજીવનને એ ડગતી
ભક્તિ જલાસાંઇનીએવી.ના આધીવ્યાધી જીવને કદીઅડતી
મળી જાય જીવને જ્યાં શાંન્તિ,પામર જીવન પાવન બનતુ
.                            ……………………ભક્તિ સાચી મનથી કરતાં.
ભક્તિ સાચી શ્રધ્ધાએ કરતાં,અનેક રાહ જીવનમાં મળતા
નિર્મળતાનો સંગ પકડતા,પગલેપગલુ ત્યાં સાર્થક બનતા
લાગણીમોહને નેવે મુકતા,માનવજીવન ઉજ્વળ પણરહેતા
આવીદ્વારે કૃપા રહે જલાસાંઇની,અંતે મુક્તિજીવને મળતી
.                            ……………………ભક્તિ સાચી મનથી કરતાં.

======================================

ઉઠી જા


.                              .ઉઠી જા

તાઃ૫/૪/૨૦૧૩                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઉજ્વળ જીવનની રાહને લેવા,ને માનવતા મેંહકાય
પાવન કર્મની કેડીને લેવા,ઉઠી જા છોડીને અંધકાર
.                 ………………….ઉજ્વળ જીવનની રાહને લેવા.
મળે માનવદેહ અવનીએ,જીવ પર કૃપાપ્રભુની થાય
સરળતાની કેડી મળી જાય,જ્યાં માનવતા સચવાય
અંતરમાંમળે આનંદની હેલી,જ્યાં જલાસાંઇને વંદાય
નિર્મળતાના વાદળ વરસતા,અંધકારથી ઉઠી જવાય
.                ……………………ઉજ્વળ જીવનની રાહને લેવા.
મારુ છે મમતાની કેડી,જે કળીયુગમાં જ ચાલતી જાય
મોહ માયાની શીતળ કેડી જોતાં,માનવી મન ભટકાય
રામનામની એક જ રાહે,જીવનો જન્મ સફળ થઈ જાય
શ્રધ્ધાને વિશ્વાસને સમજતાં,નાકદી મોહમાયા અથડાય
.                  …………………..ઉજ્વળ જીવનની રાહને લેવા.

++++++++++++++++++++++++++++++++++++++++

સરળતાની કેડી


.                       .સરળતાની કેડી

તાઃ૪/૪/૨૦૧૩                                પ્રદીપ બ્રહ્મભટ્ટ

સરળ પ્રેમની કેડી પકડતાં,જીવનમાં શાંન્તિ મળી ગઈ
મોહમાયાની ચાદર છુટતાં,કળીયુગથી મુક્તિ મળીગઈ
.                          …………………સરળ પ્રેમની કેડી પકડતાં.
માનવતાની મહેંક પ્રસરતા,જીવનમાં પ્રીત મળતી થઈ
સંત જલાસાંઇની ભક્તિ કરતાં,જીવને શાંન્તિ મળી ગઈ
કળીયુગની છે કેડી વાંકી,જીવને એ જકડે અવનીએ રહી
સરળકેડી મળે જીવને જીવનમાં,જ્યાં પ્રભુકૃપા થઈ ગઈ
.                       ……………………સરળ પ્રેમની કેડી પકડતાં.
ડગલે ડગલુ સમજીને ચાલતાં,સૌ વ્યાધીઓ ભાગતી થઈ
પાવનકર્મની કેડી જીવનમા લેતાં,ના હવા અડકતી અહીં
મનનેશાંન્તિ તનનેશાંન્તિ,એજ સાચીભક્તિ કહેવાય ભઈ
ભુતપ્રેત ભાગે છે ભડકીને,જ્યાં બજરંગબલીની કૃપા થઈ
.                           ………………..સરળ પ્રેમની કેડી પકડતાં.

=====================================