જન્મ દીન


.                            .જન્મ દીન

તાઃ૧૮/૫/૨૦૧૩                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મ મળતા જીવને અવનીએ,દેહ થકી દેખાય
મળેલ કાયાને ઓળખવા,દેહને નામ મળી જાય
.             ……………….જન્મ મળતા જીવને અવનીએ.
અસીમ કૃપા કરતારની,જે અવનીએ મળી જાય
અદભુતલીલા કુદરતની,મોહકાયાને સ્પર્શી જાય
કળીયુગની લીલી લકીર પર,જીવ ભટકતો થાય
નિર્મળતાની શીળળ કેડીએ,પ્રભુ કૃપા થઈ જાય
.             ………………..જન્મ મળતા જીવને અવનીએ.
અવનીપરનુ આગમન,જીવનો જન્મદીન કહેવાય
વર્ષેવર્ષની સરળતાસંગે,દેહની ઉંમર વધતીજાય
કાયાની રામાયણ અંતે જીવને,દેહથી છોડી જાય
મળેલ માનવદેહ જલાસાંઇની ભક્તિએ છુટી જાય
.               ……………….જન્મ મળતા જીવને અવનીએ.

=====================================

આનંદની પળ


.                         આનંદની પળ

તાઃ૧૩/૫/૨૦૧૩ (તાઃ૧૩/૫/૧૯૮૨) પ્રદીપ બ્રહ્મભટ્ટ

સંસારની સાંકળ જીવને મળે,જ્યાં લગ્ને દેહ બંધાય
કુદરતની અસીમ કૃપાએ,તેને જ લગ્નોત્સવ કહેવાય
.                    ………………….સંસારની સાંકળ જીવને મળે.
સંતાનોનો સ્નેહ મળે માબાપને,જેને સંસ્કાર કહેવાય
ઉજ્વળ જીવન જીવતા રવિ,દીપલ,પગે લાગી જાય
લગ્ન તિથીને યાદ રાખીને,માબાપને એવળગી જાય
પ્રેમની શીતળ કેડી લેતા,આંખમાં પાણી આવી જાય
.                         ……………….સંસારની સાંકળ જીવને મળે.
મળે પ્રેમ હીમાનો રવિને અંતરથી,સંસ્કાર તે દેખાય
નિશીતકુમારની નિર્મળ રાહે,દીપલને આનંદ થાય
મળે જ્યાં પ્રેમ અંતરથી સૌને,પ્રદીપ રમા હરખાય
લગ્નતિથીનો આનંદ માણતા,હૈયા પ્રેમે છે ઉભરાય
.                 …………………… સંસારની સાંકળ જીવને મળે.

=================================================================
.             .આજે ૩૧ વર્ષા પહેલા અમારા લગ્ન જીવનની શરૂઆત થઈ.અમારા બંન્ને સંતાન
ચી.દીપલ તથા ચી રવિ લગ્ન તિથીને યાદ રાખી અમોને લગ્નદીનની શુભકામના હંમેશાં
આપતા રહ્યા છે.પુજ્ય જલારામ બાપા અને પુજ્ય સાંઇબાબા અમારા સૌની મનોકામના
પુરી કરે અને જીવનમાં તન,મન અને ધનથી શાંન્તિ આપી જીવને અંતે તેમના ચરણમાં
રહેવાની કૃપા કરે તેજ અંતરથી પગે લાગીને પ્રાર્થના કરીએ છીએ.
લી.પ્રદીપ અને રમાના જય જલાસાંઇ રામ.

સંગે રાખજો


                          સંગે રાખજો

તાઃ૧૧/૫/૨૦૧૩                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

આવજો સંગે પ્રેમને લઈને,છોડી દ્વેષ જીવનમાં સૌ
નિર્મળતાના વાદળ સંગે,માણજો સાચોપ્રેમ હું દઉ
.                        ……………….આવજો સંગે પ્રેમને લઈને.
કદીક મળેલ માયા કળીયુગની,જીવન વેડફે અહીં
શીતળતાની કેડી જ છુટતાં,ના શાંન્તિ રહેતી ભઈ
ડગલે ડગલુ ત્રાહિત બનતા,મુંઝવળો વધતી ગઈ
અંત નાઆવે આફતનોદેહે,તકલીફો આવતી થઈ
.                       ……………….આવજો સંગે પ્રેમને લઈને.
સાચો પ્રેમ અંતરથી મળતો,ના ઉભરો આવે કોઇ
જ્યોત પ્રેમની જલે જીવનમાં,શાંન્તિ મળતી ગઈ
સ્નેહની સાંકળ જીવે બંધાતા,નિર્મળતા આવીગઈ
કૃપામળી જ્યાં જલાસાંઇની,મોહમાયા ભાગી ગઈ
.                       ………………આવજો સંગે પ્રેમને લઈને.

====================================

લગ્ન તિથી


.                                .લગ્ન તિથી

તાઃ૧૦/૫/૨૦૧૩                                પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઉજ્વળ જીવનની રાહ મળી,જ્યાં લગ્ન જીવન સચવાય
નિશીતકુમારનો સંગમળતા,દીપલનો જન્મ સાર્થક થાય
.                                     …………………ઉજ્વળ જીવનની રાહ મળી.
શ્રીબ્રહ્મા,વિષ્ણુ,મહેશનાશરણે,જીવને ભક્તિરાહ મળી જાય
સવારસાંજના ધુપદીપથી,જીવનમાં કર્મ પાવન થઇ જાય
મળે માબાપનો પ્રેમ અંતરથી,નાઆધી વ્યાધીય અથડાય
સરળતાની કેડી મેળવતા,જીવનમાં સુખશાંન્તિ મળી જાય.
.                                         ………………ઉજ્વળ જીવનની રાહ મળી.
અંતરમાં આનંદ ઉભરાતા,દેહની આંખો ભીની થઈ જાય
મળીજાય જ્યાં આશિર્વાદ વડીલ,રાહ ઉજ્વળ મળી જાય
જલાસાંઇની સાચી ભક્તિએજ,આ જ્ન્મ પાવન થઈ જાય
આર્શિવાદની ઉજ્વળ કીરણે,માબાપનાહૈયા ખુબ હરખાય
.                                            ……………ઉજ્વળ જીવનની રાહ મળી.

++++++++++++++++++++++++++++++++++++++++++++++

મા અંબા


.                                  મા અંબા

તાઃ૬/૫/૨૦૧૩                                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

માડી તારા દર્શન કાજે,અમે આવ્યા અંબાજી ધામ
પાવન જીવન દેજો માડી,પુરી કરજો મનની આશ
………………માડી તારા ચરણે અમારા વંદન છે વારંવાર.
નિર્મળતાને સંગે રાખી.મા ભક્તિ કરુ હુ સવારસાંજ
ભાવના સાચી શ્રધ્ધા સંગે,ઉજ્વળ કરજો કૃપા સાથ
દર્શન કરી મા વંદન કરી,માગું જન્મ સફળ હું આજ
સંસારની કેડી ઉજ્વળ દઇને,કરજો જીવોનો ઉધ્ધાર
.                              ………………….માડી તારા દર્શન કાજે.
ગબ્બર ગઢને વંદન કરતાં,મન મારુ અહીં મલકાય
અનંતઆનંદ રમાને થતાં,રવિ,દીપલ ખુબ હરખાય
મળતા માડી કૃપા તમારી,આ જન્મસફળ થઇ જાય
મુક્તિમાર્ગની કેડીમળતા,માડી ભવોભવથી છટકાય
.                               …………………માડી તારા દર્શન કાજે.

===================================