મા અંબા


.                                  મા અંબા

તાઃ૬/૫/૨૦૧૩                                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

માડી તારા દર્શન કાજે,અમે આવ્યા અંબાજી ધામ
પાવન જીવન દેજો માડી,પુરી કરજો મનની આશ
………………માડી તારા ચરણે અમારા વંદન છે વારંવાર.
નિર્મળતાને સંગે રાખી.મા ભક્તિ કરુ હુ સવારસાંજ
ભાવના સાચી શ્રધ્ધા સંગે,ઉજ્વળ કરજો કૃપા સાથ
દર્શન કરી મા વંદન કરી,માગું જન્મ સફળ હું આજ
સંસારની કેડી ઉજ્વળ દઇને,કરજો જીવોનો ઉધ્ધાર
.                              ………………….માડી તારા દર્શન કાજે.
ગબ્બર ગઢને વંદન કરતાં,મન મારુ અહીં મલકાય
અનંતઆનંદ રમાને થતાં,રવિ,દીપલ ખુબ હરખાય
મળતા માડી કૃપા તમારી,આ જન્મસફળ થઇ જાય
મુક્તિમાર્ગની કેડીમળતા,માડી ભવોભવથી છટકાય
.                               …………………માડી તારા દર્શન કાજે.

===================================