આનંદની પળ


.                         આનંદની પળ

તાઃ૧૩/૫/૨૦૧૩ (તાઃ૧૩/૫/૧૯૮૨) પ્રદીપ બ્રહ્મભટ્ટ

સંસારની સાંકળ જીવને મળે,જ્યાં લગ્ને દેહ બંધાય
કુદરતની અસીમ કૃપાએ,તેને જ લગ્નોત્સવ કહેવાય
.                    ………………….સંસારની સાંકળ જીવને મળે.
સંતાનોનો સ્નેહ મળે માબાપને,જેને સંસ્કાર કહેવાય
ઉજ્વળ જીવન જીવતા રવિ,દીપલ,પગે લાગી જાય
લગ્ન તિથીને યાદ રાખીને,માબાપને એવળગી જાય
પ્રેમની શીતળ કેડી લેતા,આંખમાં પાણી આવી જાય
.                         ……………….સંસારની સાંકળ જીવને મળે.
મળે પ્રેમ હીમાનો રવિને અંતરથી,સંસ્કાર તે દેખાય
નિશીતકુમારની નિર્મળ રાહે,દીપલને આનંદ થાય
મળે જ્યાં પ્રેમ અંતરથી સૌને,પ્રદીપ રમા હરખાય
લગ્નતિથીનો આનંદ માણતા,હૈયા પ્રેમે છે ઉભરાય
.                 …………………… સંસારની સાંકળ જીવને મળે.

=================================================================
.             .આજે ૩૧ વર્ષા પહેલા અમારા લગ્ન જીવનની શરૂઆત થઈ.અમારા બંન્ને સંતાન
ચી.દીપલ તથા ચી રવિ લગ્ન તિથીને યાદ રાખી અમોને લગ્નદીનની શુભકામના હંમેશાં
આપતા રહ્યા છે.પુજ્ય જલારામ બાપા અને પુજ્ય સાંઇબાબા અમારા સૌની મનોકામના
પુરી કરે અને જીવનમાં તન,મન અને ધનથી શાંન્તિ આપી જીવને અંતે તેમના ચરણમાં
રહેવાની કૃપા કરે તેજ અંતરથી પગે લાગીને પ્રાર્થના કરીએ છીએ.
લી.પ્રદીપ અને રમાના જય જલાસાંઇ રામ.