જન્મ દીન


.                            .જન્મ દીન

તાઃ૧૮/૫/૨૦૧૩                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મ મળતા જીવને અવનીએ,દેહ થકી દેખાય
મળેલ કાયાને ઓળખવા,દેહને નામ મળી જાય
.             ……………….જન્મ મળતા જીવને અવનીએ.
અસીમ કૃપા કરતારની,જે અવનીએ મળી જાય
અદભુતલીલા કુદરતની,મોહકાયાને સ્પર્શી જાય
કળીયુગની લીલી લકીર પર,જીવ ભટકતો થાય
નિર્મળતાની શીળળ કેડીએ,પ્રભુ કૃપા થઈ જાય
.             ………………..જન્મ મળતા જીવને અવનીએ.
અવનીપરનુ આગમન,જીવનો જન્મદીન કહેવાય
વર્ષેવર્ષની સરળતાસંગે,દેહની ઉંમર વધતીજાય
કાયાની રામાયણ અંતે જીવને,દેહથી છોડી જાય
મળેલ માનવદેહ જલાસાંઇની ભક્તિએ છુટી જાય
.               ……………….જન્મ મળતા જીવને અવનીએ.

=====================================