તારણહાર


 .                             .તારણહાર

તાઃ૨૯/૬/૨૦૧૩                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

સકળ સૄષ્ટિના સર્જનહાર,અખિલ બ્રહ્માન્ડના એ તારણહાર
અવનીપરના જીવનો આધાર,ભક્તિએ દઇ દે પ્રેમ અપાર
.                               …………………..સકળ સૄષ્ટિના સર્જનહાર.
અનેક દેહ મળે છે જીવને,સાંકળ અવનીએજ બાંધી જાય
અકળલીલા એજ પરમાત્માની,ના કોઇથી ક્યારે છટકાય
માનવદેહમાં ઉજ્વળતા સંગે,જીવનુ કલ્યાણ કરી જવાય
ભક્તિનીસાચી એકજ કેડીએ,જીવને મુક્તિમાર્ગ મળીજાય
.                                  ………………….સકળ સૄષ્ટિના સર્જનહાર.
પ્રાણી પશુનો દેહ મળતા જીવને,ના ક્યાંય કશુંય સમજાય
નિરાધારી જીવનમાં ફરતા,ના રાહ કદી જીવથી  મેળવાય
ના સથવારો કોઇ સમજનો રહે,કે ના મળે શાંન્તિનો સંગાથ
મૃત્યુ જ છે એક કેડી દેહની,અવનીથી જીવથી છુટી જવાય
.                                  …………………..સકળ સૄષ્ટિના સર્જનહાર.

********************************************

આવી જાવને


.                        .આવી જાવને

તાઃ૨૮//૨૦૧૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

આવી જાવને પ્રેમ લઇને,હુ દયાનો દરીયો છું
પ્રેમની એકજ સાંકળ જોઇને,હું પગે લાગુજ છું
.                   …………………આવી જાવને પ્રેમ લઇને.
નિર્મળતાને સંગે રાખજો,સરળતા મળશે સંગે
જીવન ઉજ્વળ કેડીએજ,મળશે માનવતા રંગ
ઉંમરના નાકોઇ બંધનદેહને,સરળ જીવનથાય
અંતરના આનંદને પારખી,મળશે કૃપા અનંત
.                      ……………….આવી જાવને પ્રેમ લઇને.
ખોબે લઈને પ્રેમ આવશો,હું ઝોળીને ભરી દઈશ
સમયપકડીને સંગે રહેજો,પ્રેમનીજ્યોતને લઈ
મળશે કૃપા જલાસાંઇની,નિર્મળ ભક્તિને જોઇ
આજે આવો કાલે આવો,નામને કોઇ ચિંતા ભઈ
.                       ……………….આવી જાવને પ્રેમ લઇને.

ઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽ‌ઽઽઽઽઽઽઽ

મનની માન્યતા


.                      . મનની માન્યતા

તાઃ૨૭//૨૦૧૩                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

કુદરતની છે કૃપા અનેરી,માનવ જીવનથી સમજાય
હાથ પકડી પરમાત્મા ચાલે,ત્યાંજ માનવતા મહેંકાય
.                            …………………કુદરતની છે કૃપા અનેરી.
અજબકૃપા છે અવિનાશીની,સદકર્મોથી જ સહેવાય
દરેક કેડીએ જીવને જીંદગીમાં,સરળતાજ મળી જાય
અંતરને મળતો આનંદ અનેરો,ને પામરતા મહેંકાય
માનવજીવન સરળ બનતા,આ જીવન મહેંકી જાય
.                             …………………કુદરતની છે કૃપા અનેરી.
મનથી થયેલ ભક્તિજીવને,સાચી સમજણ આ પીજાય
શ્રધ્ધા અને વિશ્વાસની જ્યોત,આજીવન પ્રગટાવી જાય
માન્યતા એતો અતુટ કૃપા છે,જે જીવને જગે અનુભવાય
આવી પ્રેમ મળે જલાસાંઇનો,મળેલજન્મસફળ કરી જાય
.                               ………………….કુદરતની છે કૃપા અનેરી.

=================================

ભક્તિનો સાથ


jalabapa's birthday

.                      .ભક્તિનો સાથ

તાઃ૨૬//૨૦૧૩                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવતાની મહેંક પ્રસરે,ને જીવન પણ ઉજ્વળ થાય
પાવન કર્મ જીવનમાં થતાં,સાથ ભક્તિનો મળી જાય
.                         …………………માનવતાની મહેંક પ્રસરે.
જન્મની કેડી જીવન સંગે,જન્મ મળતા ચાલતી જાય
કર્મનામળેલ બંધન જીવને,એઅવનીએ લાવી જાય
સંબંધનો સથવારો વળગી ચાલે,ના કોઇથી છટકાય
આવી અવનીપર જીવતા,જન્મના બંધન મળી જાય
.                         ………………….માનવતાની મહેંક પ્રસરે.
મુક્તિ માર્ગને પકડી લેવા,સાચી ભક્તિ મનથી થાય
ભક્તિમાર્ગ છે જ્યોતનિરાળી,જીવ જન્મથી છુટી જાય
મળે પ્રેમ પરમાત્માનો,જ્યાં જલાસાઈની ભક્તિ થાય
આવી આંગણે મુક્તિ રહે,જે જીવને જન્મથી છોડી જાય
.                         ………………….માનવતાની મહેંક પ્રસરે.

*******************************************

કર્મબંધન


 sai

 

.                             .કર્મબંધન

તાઃ૨૫//૨૦૧૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

ક્યાંથી મળશે ક્યારે મળશે,ના કોઇથી કદી કહેવાય
ઉજ્વળ જીવનની ન્યારી કેડી,સમજણથી સમજાય
.                     …………………ક્યાંથી મળશે ક્યારે મળશે.
અવનીપરનુ આગમન બને છે,જીવની સાચી રાહ
પામરજીવન માનવીનુ,કૃપાએ થઈ જાય છે ન્હ્યાલ
કર્મનીકેડી ઉજ્વળબને,જ્યાં જલાસાંઇની પુંજાથાય
જીવનેસંબંધ મળે છે કર્મના,જે જીવની કેડી કહેવાય
.                   …………………ક્યાંથી મળશે ક્યારે મળશે.
માનવતાની મહેંક પ્રસરે,જ્યાં માનવતા સમજાય
જન્મ જીવના સંબંધ ન્યારા,જેને કર્મબંધન કહેવાય
મહેંક પ્રસરે કર્મની કેડીએ,જે સંસ્કારથી જ સચવાય
કરેલકર્મના બંધનએવા,જે મુક્તિ માર્ગેય દોરી જાય
.                     ………………….ક્યાંથી મળશે ક્યારે મળશે.

+++++++++++++++++++++++++++++++++++

ગજાનંદ


Lord Shiv Mata Parvati 

.                         . ગજાનંદ

તાઃ૨૫//૨૦૧૩                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

ગણપતિ કહો કે ગજાનંદ,એ છે ભોળા શીવજીના સંતાન
માતા પાર્વતીનાએ લાડલા,જગતજીવના છે એ કરતાર
.                                     …………………ગણપતિ કહો કે ગજાનંદ.
અવનીપરનુ આગમન જીવનુ,ગજાનંદની કલમે સચવાય
કર્મ બંધનને પકડી ચાલતો જીવ,સાચી ભક્તિએ બચી જાય
અગમનિગમના ભેદ અનોખા,ના માનવમનને એ સમજાય
કૃપા મળે ગજાનંદની જીવને,જ્યાં ભોલેનાથની ભક્તિ થાય
.                                      ………………….ગણપતિ કહો કે ગજાનંદ.
માનવજીવની શ્રધ્ધા છે સાચી,જેને સબુરીય પણ કહેવાય
અલ્લા ઇશ્વરને એક જ માનતા,જગે માનવતા મહેંકી જાય
આવી મળે પ્રેમ પરમાત્માનો,એને જ સાચી ભક્તિ કહેવાય
આંગણે આવીને આશીર્વાદ મળે,ત્યાં ગજાનંદની કૃપા થાય
.                                     ……………………ગણપતિ કહો કે ગજાનંદ.

=====================================

શ્રી મહાદેવ


Pitaji Shivaji

 

.                        .શ્રી મહાદેવ

તાઃ૨૪/૬/૨૦૧૩                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભોળા છે ભગવાન  શિવજી,તેમને  ભોલેનાથ કહેવાય
પરમ કૃપાળુ  છે દયાળુ,તેઓ મહાદેવથીય ઓળખાય
.                 ………………..ભોળા છે ભગવાન શિવજી.
જગત જીવ પર અપાર કૃપા દઈ,ભક્તિ પારખી જાય
આવી આપે પ્રેમ પ્રદીપને,જીવને શાંન્તિ આપી જાય
મા પાર્વતીની કૃપા અનેરી,સાચી ભક્તિએ મળી જાય
ઉજ્વળતાની રાહ આપીને,જીવને મુક્તિએ દોરી જાય
.                ………………….ભોળા છે ભગવાન શિવજી.
ૐ નમઃ શિવાય ના સ્પંદનથી,દેહે ભક્તિ સાચી થાય
મોહ માયાની ચાદર છુટતાં,સાચી પ્રભુકૃપા થઈ જાય
પ્રેમ મળે મને માબાપનો,કૃપા મહાદેવની મળી જાય
આધી વ્યાધીથી મુક્તિ મળતા,માનવતા મહેંકી જાય
.                ………………….ભોળા છે ભગવાન શિવજી.

+++++++++++++++++++++++++++++++++++