આંગળીની પકડ


.                          આંગળીની પકડ

તાઃ૧૩/૫/૧૯૬૩ (૫૦ વર્ષની પકડ) તાઃ૧૩/૫/૨૦૧૩

તાઃ૧/૬/૨૦૧૩                                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

પકડી આંગળી કોકીલાબેને,ત્યાં જીવનમાં સરળતા આવી ગઈ
નવીનભાઇની પ્રેમની કેડી,તેમને લગ્નતીથીથી જ મળી ગઈ
.                                  ………………….પકડી આંગળી કોકીલાબેને.
સમયની સરળતા જીવનમાં,પચાસ વર્ષ પણ વિતાવી ગઈ
વાર તારીખ ને એક જ તીથી,ના કોઇનાથીય બદલાઇ ભઈ
અમીર ગરીબની ના કોઇ ચિંતા,મળ્યા જીંદગી જીવવા અહીં
લગ્નગીત ના વાગ્યા કોઇ,કે ના વરઘોડોય નીકળ્યોતો તહીં
.                                  ………………….પકડી આંગળી કોકીલાબેને.
મળી ગયાતા અમીં છાંટણા,એ લગ્ન પ્રસંગે કુદરતનો પ્રેમ
બાબુકાકાની કાર મળી ગઈ,ત્યાં પરભુભાઇ લઈ ગયા છેક
દશાનાગરની વાડીમાં પહોંચી,કોકીલાબેનની લીધી પ્રીત
નવીનભાઇના નિર્મળપ્રેમે,મળીગઈ જીવનજીવવાની રીત
.                                …………………..પકડી આંગળી કોકીલાબેને.
અમીર ગરીબની ના કોઇ માયા,બકુબેનના પ્રેમે છટકી ગઈ
લડ્યા ઝગડ્યા અનેક વાર,તોય લાગણી કદીય છુટી નહીં
પ્રેમ નિખાલસ નવીનભાઇનો,ને નિર્મળતા કોકીલાબેનની
હ્યુસ્ટન સાથે લઇને આવ્યા,જ્યાં પ્રેમની સરીતા વહેતી થઈ
.                                  ………………..પકડી આંગળી કોકીલાબેને.

=========================================================

.       .કલમની કદર સમાન અને નિખાલસપ્રેમની જ્યોત લઈને શ્રી નવીનભાઈ તેમના પ્રેમાળ પત્ની
કોકીલાબેનને પચાસ વર્ષ પહેલા એજ તીથી વૈશાખ સુદ ત્રીજ ,એજ વાર સોમવાર અને એજ તારીખ
૧૩મી મે ને ૧૯૬૩ના રોજ જીવનસંગીની તરીકે લગ્ન કરી તન મનથી મહેંનત કરી ઉજ્વળ જીવનની
રાહ મેળવી રહ્યા છે.સંત પુજ્ય જલારામ બાપાને પ્રાર્થના કે તેમને સર્વરીતે શાંન્તિ આપી જીવને પવિત્ર
રાહ આપે તેવી પ્રાર્થના. (લગ્ન જીવનની સાંકળ ૧૩/૫/૧૦૬૩ થી ૧૩/૫/૨૦૧૩ પચાસ વર્ષ વટાવીને
સુખશાંન્તિથી આગળ ને આગળ ચાલે તે પ્રાર્થના)
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ પરિવાર તથા હ્યુસ્ટનના સાહિત્યપ્રેમીઓના જય જલારામ.