સુખ અને શાંન્તિ


.                      .  સુખ અને શાંન્તિ

તાઃ૩/૬/૨૦૧૩                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

સરળ જીવનમાં સાથ મળતા,મોહમાયા ભાગી જાય
નિર્મળતાના સંગે જીવનમાં,સુખશાંન્તિ આવી જાય
.                        ………………….સરળ જીવનમાં સાથ મળતા.
લગની લાગતા માનવતાની,જીવન આ મહેંકી જાય
અપેક્ષાની કેડીને છોડતાજ,સરળ સોપાન મળી જાય
ના આધી કે ના વ્યાધી,જીવનમાં કદી ક્યાંય  દેખાય
પરમાત્માની એક જ નજરે,આ જન્મ સફળ થઈજાય
.                     …………………..સરળ જીવનમાં સાથ મળતા.
કાળા નાણે કકડે આ જીવન,સુખ શાંન્તિય ભાગી જાય
ના આરો કે ઓવારો રહેતા,મૃત્યુએ જીવન આ દોરાય
ભક્તિ રાહની એક જ કેડી,માનવતાને  મહેંકાઇ જાય
જલાસાંઇની સાચી કૃપાએ,સુખ ને શાંન્તિ મળી જાય
.                 ……………………સરળ જીવનમાં સાથ મળતા.

++++++++++++++++++++++++++++++++++++

કાતર


                                  કાતર

 તાઃ૩/૬/૨૦૧૩                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

કાતર ચાલતા રાહ મળે,ત્યાં જ જીવ છટકી જાય
કેવી કાતર ક્યાંથી ચાલી,એ પરિણામેજ  દેખાય
.                         ………………..કાતર ચાલતા રાહ મળે.
મળે જો માયા મોહ જીવનમાં,વ્યાધીઓ મળી જાય
ઉજ્વળતાની રાહ લેવા,મોહમાયા કાતરથી કપાય
સાચી શ્રધ્ધાએજ છે સીડી,કળીયુગથી બચી જવાય
મળે શાંન્તિ આવી જીવનમાં,એ જલા કૃપા કહેવાય
.                           …………………કાતર ચાલતા રાહ મળે.
સ્નેહની સાંકળ જીવનસંગી સંગે,એ કાતરથી છેદાય
એકજ કેડી દુઃખની મળતા,માનવતાજ ખોવાઇ જાય
આરો ના ઓવારો રહેતા,મૃત્યુ એ આંગળી ચીંધીજાય
અવનીપરથી વિદાય લેતા,જીવ જન્મોજન્મભટકાય
.                          ………………… કાતર ચાલતા રાહ મળે.

===================================