પૃથ્વીએ આગમન


.                       .પૃથ્વીએ આગમન

તાઃ૫//૨૦૧૩                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

પતિ પત્નીના પ્રેમની સાંકળ,સંતાનથી સચવાઇ જાય
અવનીપર ના આગમને જીવને,કર્મ બંધન મળી જાય
.                       ……………….પતિ પત્નીના પ્રેમની સાંકળ.
માબાપનો પ્રેમ નિખાલસ મળતા,બાળપણને સમજાય
ઉજ્વળતાની કેડી મેળવવા,જીવે ભ ક્તિમાર્ગ મેળવાય
મળ્યો દેહ માનવીનો જીવને,એજ પ્રભુની કૃપા કહેવાય
સંસ્કારને પકડી ચાલતા જીવને,મુક્તિ માર્ગ મળી જાય
.                    ………………….પતિ પત્નીના પ્રેમની સાંકળ.
અવનીપરના આગમનને,જીવનો જન્મ દીન કહેવાય
આજ તારીખ હતી મળેલ દેહની,જન્મ વર્ષ હતુ ૧૯૪૯
આજકાલનીકેડી નાપકડાતા,ઉંમર હવે ૬૪વર્ષની થાય
ના માયા ના મોહ મને,જ્યાં જલાસાંઈની કૃપા જ થાય
.                    …………………..પતિ પત્નીના પ્રેમની સાંકળ.

+++++++++++++++++++++++++++++++++++++