કરામત કાતરની


.                     .કરામત કાતરની

તાઃ૧૫//૨૦૧૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

રાહ મળી મને કાતરથી,જે દુશ્મનને કાપતી ગઈ
સમજણની શીતળતા લઈ,ઉજ્વળ જીંદગી થઈ
.                 …………………..મારી શ્રધ્ધા સાથે જ રહી.
મનકર્મની એકજ કેડી,જે સમજણથી સચવાઇ ગઈ
ના અપેક્ષા કેના કોઇ માગણી,નિર્મળતા સાથે રહી
આવીનેઆંગણે પ્રેમ મળતા,લાયકાત દેખાઇ ગઈ
કુદરતની આનિર્મળરાહ,સાચીભક્તિએ મળી ગઈ
.                    ………………….રાહ મળી મને કાતરથી.
કાતર એજ સંગાથસાચો,જે દેખાવને કાપતી થઈ
જીવ પહોંચે જ્યાં ઉંડાણમાં,ત્યાં ના કોઇ આરો ભઈ
જલાસાંઇની ચીંધેલ આંગણી,મુક્તિમાર્ગ દઈ ગઈ
કર્મની એકજ કેડી સાચવતા,માનવતા મહેંકી ગઈ
.                   …………………..રાહ મળી મને કાતરથી.

================================