મારા પપ્પા


 

 

                        .મારાપપ્પા

તાઃ૧૬/૬/૨૦૧૩                        ચી.દીપલ

મારા જન્મે સૌથી વધારે ખુશ થયા એ મારા પપ્પા.
મને દીપલ નામ આપનારા એ મારા પપ્પા.
મને કક્કો બારાખડી શિખવાડનાર એ મારા પપ્પા.
મને લાડ લડાવતા એ મારા પપ્પા.
મારી બધી ઇચ્છા પુરી કરતા એ મારા પપ્પા.
મારી આંગળી ઝાલી ચાલતા શિખવ્યુ એ મારા પપ્પા.
મારા શ્રેષ્ઠ મિત્ર બન્યા એ મારા પપ્પા.
મને વિદાય કરતા જેમની આંખોમાં આંસુ છલકાયા એ મારા પપ્પા.
મને હંમેશા સુખના આશિષ આપતા એ મારા પપ્પા.
મને ભક્તિનો રંગ લગાડ્યો એ મારા પપ્પા.
જેમના નામથી હું જોડાઇ છુ એ મારા પપ્પા.
…………………. પ્રદીપલ“.……………………
Thank You Pappa  For Everything.
Happy Father’s Day,
“I Love You”
From Your Daughter,
……………………….. .Dipal.……………….
ફાધરડે ની ઉજવણી નિમીત્તે મારી વ્હાલી દીકરી દીપલે મને આપેલ સપ્રેમ ભેંટ.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ. તાઃ૧૬//૨૦૧૩ રવિવાર  હ્યુસ્ટન.

+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

ઉજ્વળ પ્રભાત


.                     .ઉજ્વળ પ્રભાત

તાઃ૧૬/૬/૨૦૧૩                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

સરળ સફળતા મળતી જીવને,જન્મ સાર્થક થઈ જાય
ઉજ્વળ  કિરણની કેડીએજ,પાવન કર્મ જીવનમાં થાય
.                   …………………સરળ સફળતા મળતી જીવને.
ના જીવને માયા વળગે,કે ના કાયાને વળગે કોઇ મોહ
સરળ જીવનની કેડીએ,ના મળી જાય જીવનેકોઇ લોભ
પરમકૃપા જલાસાંઇની,જીવને દેહ છોડતા  મળી જાય
મુક્તિમાર્ગના દ્વાર ખોલે પ્રભુ,ને સુખ શાંન્તિ થઈ જાય
.                    …………………સરળ સફળતા મળતી જીવને.
પ્રભાતની પહેલી કિરણે,માનવદેહે સુર્યોદય સહેવાય
મળે શાંન્તિ માનવદેહને,એનેજ પ્રભુકૃપા જ કહેવાય
માનવતાની મહેંક પ્રસરે,જ્યાં ભક્તિ માર્ગ પકડાય
ઉજ્વળ જીવનને ઉજ્વળરાહ,સાચી ભક્તિએજ થાય
.                      ……………….સરળ સફળતા મળતી જીવને.

-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=