ફાધર ડે


.                                                     .ફાધર ડે

.                                             .અનુભવનીગંગા

તાઃ૧૭//૨૦૧૩                                                                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

.            .સંતાનના પ્રેમને મેળવવા માટે જગતમાં કોઇપણ માબાપ એવા નથી કે જે તેની રાહના જોતા હોય. બાળકને જન્મ આપનાર માતા જીવનની દરેક પળે સંતાનને પરમાત્માની કૃપામળે અને જીવનમાં સર્વ  રીતે શાંન્તિ અનુભવે તે જ અંતરની અપેક્ષા પણ હોય છે. પિતા  જસંતાનને જીવનમાં તન,મન,ધનથી શાંન્તિ મળે તે માર્ગ  માટે શ્રધ્ધા અને મહેનતની સાચીરાહ  બતાવે છે. પૃથ્વીના કોઇપણ ખુણે જીવને જ્યાં જન્મ મળે તે માબાપના પ્રેમની નિશાનીછે અને દેહ મળ્યા પછી તેમના પ્રેમથી જ  સંતાન જીવનની રાહ મેળવી શકે છે.દુનીયા પરકોઇપણ જીવની તાકાત નથી કે તે માબાપ વગર અવતરણ કરે.માબાપ એસંતાનનો પાયો છે.

.              .અમેરીકામાં માબાપને વર્ષમાં એક વખત જ પ્રેમ આપવો એ ચાહે દેખાવનો હોય કે પછી કળીયુગી હોય.ફાધર ડે એટલે કે પિતાનો દીવસ જે દીવસે ફક્ત પિતાને જ પ્રેમ આપવાનો માતા એ વખતે  કાંઇ જ નથી. અને પછી એક દીવસ આવે જે દીવસને મધર ડે કહેવાય અને તેદીવસે માતાને સંતાન તરીકે દેખાવનો પ્રેમ આપવો.આતો છે અમેરીકાની હવા જેમાં અહીં આવીને આપણા ભારતીયો સંસ્કારને ભુલીને મોટા દેખાવનો સાથ રાખી માબાપની હાય મેળવેછે જેમાં કોઇ જ શંકાને સ્થાન નથી.અને આ મારો વીસ વર્ષનો અનુભવ છે.જેમાં કોઇની તાકાતનથી કે જે આ સત્ય નથી એમ કહી શકે.આ દેશમાં ફક્ત ભણતરમાં અનીતિ નથી.આ દેશમાં સાચીશ્રધ્ધાથી જે વિધ્યાર્થી મહેનત કરી લાયકાત મેળવે છે તે દુનીયામાં પોતાની લાયકાત પ્રમાણેકમાઇ શકે છે.બાકી આ દેશ દેખાવ,ઇર્ષા,અભિમાન અને નાતજાતના ભેદભાવથી ભરપુર છે.તમે ગમે તેટલી લાયકાત ધરાવતા હોય તો પણ તમને તક નહીં આપે.કારણ એક ભારતીય છ વ્યક્તિઓનુ કામ એકલો કરીશકે તેવી મહેનત કરે છે.અહી આવીને મે મોટા સ્ટોરમાં ગ્રાહકોને મદદ કરવાની નોકરી મેળવી હતી. આ નોકરી દરમ્યાન એક ઉંમર લાયક મેક્સિકન પતિપત્નીને હંમેશા મદદ કરતો.અને તેમના ચહેરા પરથી દેખાતુ કે તેઓ રાજી થાય છે.

મે  નવુ મકાન લીધુ તેમને વડીલ તરીકે અને મારા પ્રત્યેના પ્રેમને કારણે કુદરતી ફાધર ડે ના રોજ ફોન કરી મારી ઇચ્છાવ્યક્ત કરી મારા નવા ઘરમાં ઘરમાં વડીલના પગલા પડે તો ઘર પવિત્ર થાય અને ભગવાનશાંન્તિ આપે તે ભાવનાએ ઘરડા ઘરમાં સવારે સાડા આઠ વાગે તેમને લેવા ગયો.ત્યાં પ્રવેશ રૂમમાંએક ભારતીય માબાપ તૈયાર થઇ  બેઠા હતા.અને તેમના ડૉકટર દીકરાની રાહ જોતા હતા કારણઆજે ફાધર ડે હતો. હું મેક્સીકન વડીલને મારા ઘેર લાવ્યો.ચા નાસ્તો કરાવી ઘર બતાવ્યુ.તેમણે મને કાળા ધોડાની નાળ તેમના ધાર્મીક કાગળ સહિત ભેંટ આપી.આપણા ઘર્મમાં પણ નાળને પવિત્ર માનવામાં  આવે છે.અને  પછી તેમને સાડા દસના અરસામાં પાછા મુકવા ગયો તો પેલા ભારતીયમાબાપ ત્યાંજ બેઠા હતા.તેમનો દીકરો હજુ પણ આવ્યો ન હતો.તેમને મેં પુછ્યુ તો તેમની આંખમાંપાણી આવી ગયુ પણ તોય કહે મારો દીકરો ડૉકટર છે એટલે અમારે રાહ જોવી પડે.

.      .કુટુંબીજનની અમેરીકાની અરજીને કારણે ભાઇબહેન કે કુટુંબીજન અહીં આવી જાય અહીંની  કોઇ સ્થીતીનો ખ્યાલ ના હોવાથી અને નાના સંતાનો સહિત અહીં આવતા ભણતર દરમ્યાન બાળકોને અહીંની હવા લાગતા બીયર સીગરેટ શરૂ થઈ જાય માબાપ કાંઇ જ કહી શકે નહીં પોતાની નોકરીને મહત્વ આપતા છોકરો કે છોકરી અહીંની હાલતમાં પકડાઇ જતા માબાપ ના ઘરના ના ઘાટના થતાં
કોઇ સગા યા મિત્ર તેમના બાળકો વિષે કહે તો તે ઇગ્નોર કરે કારણ આ અમેરીકા છે.છોકરા તરછોડી જાયતો માબાપને ઘણુ દૂઃખ થાય.આ મેં અહી જોયેલુ છે.

.                .આ અમેરીકાના સંસ્કાર આવા સમયે માબાપની હાય લાગે અને અહીની હવામાં જીવનવેડફાઇ જાય પત્ની લીપસ્ટીક લાલીમાં ચોટી જતા પતિના જીવનની કોઇ ઇજ્જત પણ રહેતી નથી.માબાપને અહીં બોલાવી ભારતમાં લોકોને કહે મેં માબાપને અહીં બોલાવ્યા. પણ એ એમ ના કહે કે મેંમાબાપના અહીંના હક્કના પૈસા મેળવવા અને ઘરડા ઘરમાં ફેંકી દઇ વર્ષમાં એક વખત થોડા સમયમાટે ફાધર ડે કે મધર ડે ની લાગણી બતાવી તેમના સંસારી જીવનને વેડફી નાખ્યુ. માબાપ પાસેકોઇ ચારો ના રહેતા ભારત જાય તો પણ સંતાનના વખાણ કરી લોકોને અમેરીકાનો મોહ લગાડે છે.

………. ફાધર ડે અને મધર ડેની ઉજવણી. પ્રેમમાં ભગવાન નારાજ થાય કારણ પાપ છે…………..

૩૩૩૩૩####################૩૩૩૩૩###################૩૩૩૩૩################

Advertisements

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: