શ્રી મહાદેવ


Pitaji Shivaji

 

.                        .શ્રી મહાદેવ

તાઃ૨૪/૬/૨૦૧૩                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભોળા છે ભગવાન  શિવજી,તેમને  ભોલેનાથ કહેવાય
પરમ કૃપાળુ  છે દયાળુ,તેઓ મહાદેવથીય ઓળખાય
.                 ………………..ભોળા છે ભગવાન શિવજી.
જગત જીવ પર અપાર કૃપા દઈ,ભક્તિ પારખી જાય
આવી આપે પ્રેમ પ્રદીપને,જીવને શાંન્તિ આપી જાય
મા પાર્વતીની કૃપા અનેરી,સાચી ભક્તિએ મળી જાય
ઉજ્વળતાની રાહ આપીને,જીવને મુક્તિએ દોરી જાય
.                ………………….ભોળા છે ભગવાન શિવજી.
ૐ નમઃ શિવાય ના સ્પંદનથી,દેહે ભક્તિ સાચી થાય
મોહ માયાની ચાદર છુટતાં,સાચી પ્રભુકૃપા થઈ જાય
પ્રેમ મળે મને માબાપનો,કૃપા મહાદેવની મળી જાય
આધી વ્યાધીથી મુક્તિ મળતા,માનવતા મહેંકી જાય
.                ………………….ભોળા છે ભગવાન શિવજી.

+++++++++++++++++++++++++++++++++++