તારણહાર


 .                             .તારણહાર

તાઃ૨૯/૬/૨૦૧૩                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

સકળ સૄષ્ટિના સર્જનહાર,અખિલ બ્રહ્માન્ડના એ તારણહાર
અવનીપરના જીવનો આધાર,ભક્તિએ દઇ દે પ્રેમ અપાર
.                               …………………..સકળ સૄષ્ટિના સર્જનહાર.
અનેક દેહ મળે છે જીવને,સાંકળ અવનીએજ બાંધી જાય
અકળલીલા એજ પરમાત્માની,ના કોઇથી ક્યારે છટકાય
માનવદેહમાં ઉજ્વળતા સંગે,જીવનુ કલ્યાણ કરી જવાય
ભક્તિનીસાચી એકજ કેડીએ,જીવને મુક્તિમાર્ગ મળીજાય
.                                  ………………….સકળ સૄષ્ટિના સર્જનહાર.
પ્રાણી પશુનો દેહ મળતા જીવને,ના ક્યાંય કશુંય સમજાય
નિરાધારી જીવનમાં ફરતા,ના રાહ કદી જીવથી  મેળવાય
ના સથવારો કોઇ સમજનો રહે,કે ના મળે શાંન્તિનો સંગાથ
મૃત્યુ જ છે એક કેડી દેહની,અવનીથી જીવથી છુટી જવાય
.                                  …………………..સકળ સૄષ્ટિના સર્જનહાર.

********************************************