આંખમાં આંસુ


.                      .  આંખમાં આંસુ        

તાઃ૧૩/૭/૨૦૧૩                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

શીતળતાનો સંગાથ મળતા,જીવને અનંત આનંદ થાય
પ્રેમની જ્યોત પામી લેતા,જગતમાં માનવતા મહેંકાય
.                        …………………શીતળતાનો સંગાથ મળતા.
મળેલ દેહને પારખી લેતા,જીવપર જલાસાંઇની કૃપા થાય
સ્નેહની સાંકળ પકડી લેતા,દેહની આંખોય ભીની થઈ જાય
નિર્મળતાના વાદળ વરસતા,જીવનમાં આનંદ મળી જાય
સરળતાનો સાથ રહેતા જીવને,ના આધી વ્યાધી અથડાય
.                      …………………. શીતળતાનો સંગાથ મળતા.
પ્રેમ મળે છે જીવનમાં સૌનો.જ્યાં નિખાલસતાને સમજાય
પરમાત્માની કૃપા છે અનેરી,સાચી સમજણથી મળી જાય
અંતરમાં થયેલ આનંદનીઓળખ,આંખમાં આંસુથી દેખાય
શબ્દની નાસમજ જોઇએજગે,એતો સાચી સમજેમળીજાય
.                     …………………..શીતળતાનો સંગાથ મળતા.

===================================