કલ્યાણની કેડી


.                     . કલ્યાણની કેડી

તાઃ૨૩/૭/૨૦૧૩                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવને ઝંઝટ છે જન્મથી,અવનીએ આવતાજ સમજાય
માનવતાની કેડીને મેળવતા,કલ્યાણ જીવનુ થઈ જાય
.                     ………………….જીવને ઝંઝટ છે જન્મથી.
કળીયુગની સાંકળ છે એવી,જીવ કર્મના બંધને જકડાય
જન્મ મળતાજ અવનીએ દેહ,આંટી ઘુટીમાં જ ભટકાય
મોહમાયા તો વળગીને ચાલે,સરળ જીવ તેમાં લબદાય
સુખશાંન્તિને પામવા,સાચી ભક્તિએજ જીવથી છટકાય
.                   ………………….. જીવને ઝંઝટ છે જન્મથી.
કરેલ સારા કર્મથી મળે નામના,અવનીએ બંધન કહેવાય
સફળતાનાશિખરે પહોંચતા,જગે માનવતાય મહેંકી જાય
રાહમળે જ્યાં સાચીજીવને,જીવનમાંસરળતા આવી જાય
સફળજન્મની એકજરાહે,જીવને કલ્યાણનીકેડી મળી જાય
.                 ………………………જીવને ઝંઝટ છે જન્મથી.

=================================