માબાપ


.                           માબાપ

તાઃ૨૮//૨૦૧૩                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મનો સંબંધ છે જીવથી,ને દેહનો સંબંધ છે  માબાપ
કર્મનીકેડીએ આવે જીવઅવનીએ,ને મળીજાય છે દેહ
.                             …………………જન્મનો સંબંધ છે જીવથી.
પરમાત્માની આજ છે અજબ લીલા,જે બંધનથી સમજાય
મનથી કરેલ સાચીભક્તિએ,જીવનમાં સરળતા મળીજાય
કર્મનાબંધન એ જીવને જકડે,જગતે ના કોઇનાથી છટકાય
સરળતાના વાદળ વરસે,જ્યાં માબાપનો પ્રેમ મળી જાય
.                              …………………..જન્મનો સંબંધ છે જીવથી.
દેહને વળગે છે અવનીના બંધન,માબાપ નિમીત બની જાય
માતાનો પ્રેમ મળતા સંતાનને,જીવને સુખશાંન્તિ મળી જાય
નિર્મળજીવનની લાયકાતકાજે,પિતાની રાહ સાચીમળી જાય
જીવને મળેલ રાહ બને નિર્મળ,જ્યાં માબાપનોપ્રેમ મળી જાય
.                               …………………..જન્મનો સંબંધ છે જીવથી.

===========================================