ખોડીયાર મા


.                          . ખોડીયાર મા

તાઃ૩૦/૭/૨૦૧૩                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

ખોડીયાર માના ગરબે ઘુમતા,મન મારુ ખુબ હરખાય
માતાની અખંડ કૃપા મળતા,આ જીવન ઉજ્વળથાય
.                ………………….ખોડીયાર માના ગરબે ઘુમતા.
શ્રધ્ધા રાખીને ભક્તિ કરતાં,માતાનો  પ્રેમ મળી જાય
આંગણે આવીને પ્રેમ વર્ષાવે,જે જન્મ સફળ કરી જાય
કૃપાની સાચી કેડી મેળળતા,જીવથી કર્મો પાવન થાય
મળે માતાનો પ્રેમ પ્રદીપને,આ જન્મ સાર્થક થઈ જાય
.               ……………………ખોડીયાર માના ગરબે ઘુમતા.
ખોડીયાર ખોડીયાર મનથી કરતાં,માતાજી રાજી થાય
આશીર્વાદની  એક જ દ્રષ્ટિ એ,આ જીવન ઉજ્વળ થાય
માડી તારા અખંડ પ્રેમની,પ્રદીપના મનથી આશ રખાય
સતત સ્મરણથી ભક્તિકરતાં,કૃપાએજન્મસફળ થઈજાય
.                ……………………ખોડીયાર માના ગરબે ઘુમતા.

**********************************************
જય ખોડીયાર મા જય ખોડીયાર મા જય ખોડીયાર માતા
**********************************************

રાહ મળે


.                          .રાહ મળે

તાઃ૩૦/૭/૨૦૧૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

રાહ મળે મને માનવીની,જીવનમાં એ જ અપેક્ષા હુ રાખુ
સંત જલાસાંઇના ચરણે સ્પર્શી,સાચો ભક્તિ પ્રેમ હું માગું
.                        …………………..રાહ મળે મને માનવીની.
અવનીપરનું આગમન માનવીનું,પ્રભુકૃપા મળી એ જાણું
દેહ મળતા રાહ મળે માનવતાનો,છે સાચાસંસ્કાર હું માણું
કૃપાની કેડી નિર્મળ બનતાં,જલાસાંઇને પગે પ્રેમથી લાગું
ભક્તિ પ્રેમને પકડીને  ચાલતાં,ના કળીયુગથી હું ભરમાવુ
.                        ……………………રાહ મળે મને માનવીની.
ઉજ્વળ જીવનને શીતળરાહે,મળે પ્રેમ માનવીનો આજે
આવી આંગણે ઉભો રહું  હું,જલાસાંઇને પગે લાગવા કાજે
સંતનેશરણે સદારહી,પ્રદીપ,રમા સંગે એજ અપેક્ષા રાખે
મુક્તિમાર્ગની સાચી રાહ મળે,વંદન કરી માગુ પ્રેમે આજે
.                       …………………….રાહ મળે મને માનવીની.

********************************************