શ્રી શનિદેવ


.                        . શ્રી શનિદેવ

 તાઃ૩૧//૨૦૧૩                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

શનિદેવની સાચી ભક્તિએ,જીવપર અસીમકૃપા થઇ જાય
માગણીની ના અપેક્ષા રહેતા,મળેલ જન્મ સફળ થઈ જાય
.                            …………………શનિદેવની સાચી ભક્તિએ.
અણધારી આફતને આંબીને,કળીયુગમાં જીવને બચાવી જાય
શાંન્તિનો સહવાસ જીવને દઈને,પાવનકર્મ પણ કરાવી જાય
આવી દ્વારે ઉભા રહેતા પ્રેમથી,ભુતપલીતને એ ભગાવી જાય
નિર્મળ જીવનની સાંકલ મળતા,જીવનો જન્મસફળ થઈજાય
.                           ………………….શનિદેવની સાચી ભક્તિએ.
સુર્યનારાયણની સાચી અર્ચના,પુત્ર શનીદેવથી મળી જાય
ૐ શં શનેશ્ચરાય નમઃ થી,જીવથી અસીમ કૃપાય મેળવાય
મનને શાંન્તિ મળે ભક્તિથી,જીવનમાં ના વ્યાધી અથડાય
સુખશાંન્તિના વાદળ વરસતા,પ્રદીપનુ જીવન પાવનથાય
.                            …………………શનિદેવની સાચી ભક્તિએ.

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

કરુણાસાગર


.                    .કરુણાસાગર

તાઃ૩૦/૮/૨૦૧૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

કળીયુગની માયાને છોડતા,પરમાત્માનો પ્રેમ મળી જાય
ઉજ્વળ જીવન મળે કૃપાએ,જ્યાં કરુણા પ્રભુની થઈ થાય
.                    ……………………કળીયુગની માયાને છોડતા.
અવનીપરના આગમને જીવને,દેહથી કેડી સમજાઇ જાય
મળેલ દેહની માયાને છોડતા,જલાસાંઇનીકૃપા થઈ જાય
પરમાત્મા તો કરુણાનો સાગર છે,જે લાયકાતે મળી જાય
મનથી કરેલ ભક્તિ સાચી,જીવનની રાહ સરળ થઈ જાય
.                     …………………..કળીયુગની માયાને છોડતા.
કળીયુગના બંધન તોછે આકરા,ના જીવથી કદીય છટકાય
સરળતાનોસંગ મળેજીવને,જ્યાં કરુણા જલાસાંઇની થાય
મળેલદેહથી મુક્તિ પામવા કાજે,સાચી ભક્તિપ્રેમથી થાય
આવી આંગણે કૃપા રહે પ્રભુની,કરુણા સાગર વરસી  જાય
.                   ……………………કળીયુગની માયાને છોડતા.

++++++++++++++++++++++++++++++++++++

.रहेम नजर


sai

.                        . रहेम नजर

ताः२९/८/२०१३                        प्रदीप ब्रह्मभट्ट

सांइ सांइके स्मरण मात्रसे,मिल जाता है बाबाका प्यार
रहेम नजर होनेसे जीवको,भक्तिका मील जाताहै पाथ
.                          ……………..सांइ सांइके स्मरण मात्रसे.
ॐसांइ ॐसांइ जपनेसे,शांन्तिका मील जाता हई साथ
द्वारपे आकर बाबा मीलते,घर हो जाये शेरडीका धाम
सुखशांन्ति जीवनमे आती,येही है रहेम नजरका काम
सदा प्रेमकी नजर हो जानेसे,भक्ति होजाती निश्काम
.                       ……………….सांइ सांइके स्मरण मात्रसे.
बाबा मेरे बडे है दयालु,उज्वळ जीवनमें देते है साथ
पावनकर्म होनेसे प्रदीपको,मील जाता बाबाका प्यार
आकर मेरे घरमें रहेते,लगता हमे जीवनमे सहवास
सच्चे दीलसे भक्ति करनेसे,रहेम नजर होती अपार
.                       ………………..सांइ सांइके स्मरण मात्रसे.

=================================

જય શ્રી કૃષ્ણ


Krishna Yashoda.

                                જય શ્રી કૃષ્ણ  

તાઃ૨૮/૮/૨૦૧૩  (જન્માષ્ટમી)       પ્રદીપ બ્રહ્મભટ્ટ

પરમાત્માનુ આગમન અવનીએ,માનવદેહ થકી મળી જાય
ઉજ્વળતાની કેડી આપવા પધારે,એ કૃષ્ણ અવતાર કહેવાય
.                       ………………….પરમાત્માનુ આગમન અવનીએ.
અનંતપ્રેમની  કેડી માતાથી મેળવી,સાચી રાહ આપી જાય
માતાપિતાની કૃપા દર્શાવી જેલમાં,એ સંતાને આવી જાય
અજબ શક્તિની લીલા ન્યારી,સરળજીવનથી બતાવી જાય
પ્રેમ મેળવ્યો ગોકુળમાં ખેલીને,સૌનેએ સ્નેહયાદ આપી જાય
.                      …………………..પરમાત્માનુ આગમન અવનીએ.
નારાયણનુ આગમન અવનીએ,રામકૃષ્ણ સ્વરૂપ એમ કહેવાય
ભક્તિભાવની કેડી દઇને જીવોની,માનવતા એ મહેંકાવી  જાય
જય શ્રી કૃષ્ણના એકજ જાપથી,અવનીના આબંધન છુટી જાય
પરમાત્માની અજબકૃપા મળે,જ્યાં જન્માષ્ટમી પ્રેમથી ઉજવાય
.                      …………………..પરમાત્માનુ આગમન અવનીએ.

+++++++++++++++++++++++++++++++++++++=

સફળતાની કેડી


Dr.Lulla

.                        . સફળતાની કેડી

તાઃ૧૮//૨૦૧૩                                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

ગરવી ગાથા છે ગુજરાતીઓની,સૌ વ્યાધીઓને આંબી જાય
સફળતાની કેડી મેળવવા કાજે,મહેનતે નામના પામી જાય
.                       …………………ગરવી ગાથા છે ગુજરાતીઓની.
નાસા આવી પકડી કેડી,અવકાશનુ  એ જ્ઞાન કરાવતા જાય
ચંદ્રની ચોકી પકડી લીધી,ને માનવીને અવકાશે  દોરી જાય
કર્મની કેડી ઉજ્વળ કરીને,મારીયાના સંગે જીવન જોડી જાય
વડોદરાથી આવીને કમલેશભાઇ,ગુજરાતીઓનુ ગૌરવ થાય
.                       ………………….ગરવી ગાથા છે ગુજરાતીઓની.
કીર્તી કેરા વાદળ ધુમતાં,જીવનમાં સફળતાઓ મળતી જાય
કમલેશભાઇની ઉજ્વળ કેડી,શ્રધ્ધા વિશ્વાસથી ચાલતી જાય
મળ્યો સંગ જ્યાં માનવતાનો,જલાસાંઇની અપારકૃપા થાય
મોહમાયાને ત્યજી દેતા જીવનમાં,સંતાનનો સ્નેહ મળી જાય
.                   …………………….ગરવી ગાથા છે ગુજરાતીઓની.

++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

.અમેરીકાની અનેક સિધ્ધીઓને આંબીને વડોદરાના શ્રી કમલેશભાઇ લુલા નાસાના મુખ્ય  વૈજ્ઞાનિક થઈ અને ભારતનું ગૌરવ અને અમેરીકાની સીધ્ધી બની ગયા  છે જે ગુજરાતીઓ માટે ખુબ જ અભિમાન છે.જેને અમેરીકન સરકારે પણ સ્વીકારી તેમનુ  સન્માન કરેલ છે.હ્યુસ્ટનના કલા અને સાહિત્ય પ્રેમી  ગુજરાતીઓને પણ આનંદ છે કારણ   તેઓ એક સારા    લેખક પણ છે.જેની યાદ રૂપે અને સન્માન સ્વરૂપે આ લખાણ હું સપ્રેમ અર્પણ કરુ છુ.

લી. પ્રદીપ બ્રહ્મભટ્ટ તથા હ્યુસ્ટનના કલા સાહિત્યપ્રેમીઓ.           તાઃ૧૮//૨૦૧૩

નિર્મળભક્તિ


.                          .નિર્મળ ભક્તિ

 તાઃ૨૭/૮/૨૦૧૩                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

નિર્મળ ભક્તિ ને પાવન કર્મ,જીવનને આપે છે સાચો ધર્મ
ઉજ્વળ જીવન મળતા જીવને,સમજી જાય છે દેહનો મર્મ
.                  ……………………. નિર્મળ ભક્તિ ને પાવન કર્મ.
દેહ મળે જ્યાં અવનીએ જીવને,કરેલ કર્મની કેડી પરખાય
જન્મોજન્મના બંધન મળતાં,સમજાઇ જાય છે જીવનાકર્મ
માનવ જીવન એ મહેંક બને,જ્યાં સમજીને જીવનજીવાય
મળે છે માયા દરેક જીવને,ના જગતમાં કોઇથીય છટકાય
.                   …………………….નિર્મળ ભક્તિ ને પાવન કર્મ.
અંત દેહનો અદભુત બને ત્યાં,જ્યાં નિર્મળ ભક્તિ મેળવાય
અજબપ્રેમ મળે  અવનીથી,જીવને મુક્તિ માર્ગ મળી જાય
ભક્તિ કેરી એકજ સીડી મેળવતાં,જલાસાંઇની ભક્તિ થાય
મુક્તિકેરી સાચીરાહે જીવ,જન્મમરણના બંધનથી છુટીજાય
.                     …………………..નિર્મળ ભક્તિ ને પાવન કર્મ.

***********************************************

લટક મટકતી ચાલ


.                       . લટક મટકતી ચાલ

તાઃ૨૬//૨૦૧૩                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

કળીયુગની આ કાતર છે,ના કોઇ જીવને એ સમજાય
આવી ક્યારે મળે જીવને,એતો અજનબી જ કહેવાય
.                            ……………….કળીયુગની આ કાતર છે.
શીતળતાનો સંગ લઈને ચાલતો માનવી,જકડાઇ  જાય
એક જ નજર લટકતી પડતા,પાવન કર્મ એ ભુલી જાય
માનવજીવન સાર્થક કાજે,અવનીએ માર્ગ શોધવા જાય
સરળજીવનમાં કાતર પડતા,જીવ ભવમાં ભટકતો થાય
.                          …………………કળીયુગની આ કાતર છે.
બંધ આંખે ભક્તિ કરતાં જ,સાચી શ્રધ્ધાને સાચવી  જાય
લટક મટકતી ચાલથી છટકતા,આ જન્મ સફળ થઈ જાય
કળીયુગની આતો હેલી એવી,જે ભલભલાને લબડાઇ જાય
મુક્તિ કેરી રાહ મેળવવા કાજે,ઘરમાં જ સાચી ભક્તિ થાય
.                          ………………….કળીયુગની આ કાતર છે.

ઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃ

જીવનની જ્યોત


.                          . જીવનની જ્યોત

તાઃ૨૫//૨૦૧૩                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

સંસ્કારની કેડી સરળ મળે,જ્યાં નિર્મળતાને સચવાય
પ્રેમની પાવન જ્યોત પ્રગટે,આ જીવન ઉજ્વળ થાય
.                      ………………….સંસ્કારની કેડી સરળ મળે.
નિરાધારનો  આધાર પ્રભુ છે,જે સમયે જીવને સમજાય
મળે માયાનીચાદર દેહને,પાવનકર્મ જીવથી છુટી જાય
સરળતાનો નાસાથ રહે જીવને,કે નામાનવતા મેળવાય
કર્મની સાંકળ વળગી રહેતા,જીવ અહીં તહીં ભટકી જાય
.                     ……………………સંસ્કારની કેડી સરળ મળે.
અજબલીલા કરતારની જગતમાં,ના જીવનેએ સમજાય
આવીઆંગણે કૃપારહે,તોય ના કળીયુગે જીવને એ દેખાય
જ્યોત જીવનની પ્રગટેત્યારે,જ્યાં જલાસાંઇનીકૃપા થાય
ઉજ્વળતાના સોપાન ખુલે,જ્યાં નિર્મળ ભક્તિ પ્રેમે થાય
.                   …………………….સંસ્કારની કેડી સરળ મળે.

===================================

અલબેલી અવની


.                      . અલબેલી અવની

તાઃ૨૩/૮/૨૦૧૩                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

અલબેલી આ અવનીપર,જીવને અનેક દેહ મળતા જાય
ઉજ્વળતાના સોપાન મળતા,જીવે કર્મપાવન થઈ જાય
.                           ………………….અલબેલી આ અવનીપર.
કર્મની કેડી અવનીએ અલબેલી,ના કોઇ જીવથી છટકાય
મળેલ બંધનને પારખી ચાલતા,દેહે કર્મ પાવન થઈ જાય
આવી આંગણે પ્રેમમળે પ્રભુનો,જ્યાં ભક્તિજ્યોત પ્રગટાય
ઉજ્વળતાના વાદળ વરસતા,પાવન કર્મ જીવનમાં થાય
.                          ……………………અલબેલી આ અવનીપર.
લાગણી પ્રેમ તો મળે દેહને,જ્યાં જીવથી અવનીએ અવાય
મળે દેહ જીવને અવનીએ,તેના  કર્મના બંધનથી સમજાય
નિર્મળતાનો સંગ મળતા, જીવનમાં સરળતા મળતી જાય
મોહમાયાની ચાદર છુટતા જ,અલબેલી અવનીથી છટકાય
.                         …………………….અલબેલી આ અવનીપર.

=====================================

પ્રસંગનો પ્રેમ


.                           પ્રસંગનો પ્રેમ

તાઃ૨૩/૮/૨૦૧૩                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઉજ્વળકેડી મળી અલ્કેશકુમારને,જ્યાં પ્રીતીનો પ્રેમ મળી જાય
હ્યુસ્ટન આવી પ્રેમથી મહેનત કરતાં,આજીવન સરળ થઈ જાય
.                     …………………….ઉજ્વળકેડી મળી અલ્કેશકુમારને.
મળી માનવતા સંતાનને પ્રેમથી,ભણતરની કેડી પકડાઇ જાય
સંસ્કારનું સિંચન માબાપથી મળતા,પાવન રાહને મેળવી  જાય
આવતીકાલને ઉજ્વળ કરવા કાજે,આશીર્વાદની કૃપા પણ થાય
ભાઇબહેનનીકેડી નિશીતકુમારની,બહેનપ્રીતીને પ્રેમે આપીજાય
.                      …………………….ઉજ્વળકેડી મળી અલ્કેશકુમારને.
મળે સંસ્કાર જીવને અવનીએ,એજ મળેલ જન્મ સફળ કરી જાય
જન્મદીનનો લ્હાવો લેવા આજે,અલ્પેશકુમારને કૅક ખવડાવાય
અનંતઆનંદ સૌનેથયો આજે,જ્યાં પ્રેમને વહેંચીને આનંદથાય
મળ્યા પ્રેમના સંસ્કાર અવનીએ,જે મળેલ જન્મ સફળ કરી જાય
.                       …………………..ઉજ્વળકેડી મળી અલ્કેશકુમારને.

++++++++++++++++++++++++++++++++++++++++