અદભુત પ્રેમ


.                    . અદભુત પ્રેમ         

તાઃ૧/૮/૨૦૧૩                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

અદભુત પ્રેમ મળે અવનીએ,એ જ જીવન સાર્થક કહેવાય
સંતાન સ્નેહીઓનો મળેપ્રેમ,ને સંગે સંગીનીનો મળીજાય
.                   ……………………અદભુત પ્રેમ મળે અવનીએ.
આગમન અવનીએ થાય છે જીવનું,જે અનેક રીતે સંધાય
જીવને  મળે જ્યાં સાંકળ  પ્રેમની,અવનીએ આવી બંધાય
સરળતાની  કેડીએ  જીવતા,મળેલ જન્મ સાર્થક થઈ જાય
મુક્તિ માર્ગની રાહ અનેરી,જીવ ફરી જન્મથી ના જકડાય
.                    …………………..અદભુત પ્રેમ મળે અવનીએ.
અનેક જીવો અવનીએમળતા,નાકદી કોઇ જીવથી છટકાય
જલાસાંઇની અજબ કૃપા મળતા,જીવને શાંન્તિ મળી જાય
મળે જીવને અદભુતપ્રેમ જીવનમાં,પ્રભુપ્રેમની વર્ષા થાય
મુક્તિમાર્ગની  કેડી મળતા જીવ,જન્મ બંધનથી છુટી જાય
.                      ………………….અદભુત પ્રેમ મળે અવનીએ.

+++++++++++++++++++++++++++++++++++++