સાંઈ સાંઈ


sai Baba 

.                         .સાંઈ સાંઈ   

તાઃ૨/૮/૨૦૧૩                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

સાંઇ સાંઇના સતત સ્મરણથી,જીવને રાહ સાચી મળી જાય
પ્રેમની પાવન કેડી મળતાં,બાબાની અનંત કૃપા થઈ જાય
.                       ………………….સાંઇ સાંઇના સતત સ્મરણથી.
ભક્તિ માર્ગની સરળ કેડીએ,જીવને સુખ શાંન્તિ મળી જાય
નિર્મળતાના વાદળની હેલીએ,પાવન કર્મ જીવનમાં થાય
માનવતાની  એક જ મહેંકે,મળેલ આજન્મ સફળ થઈ જાય
મોહમાયાની કાતર છુટતા,જીવથી અનંત ભક્તિ થઇ જાય
.                       ………………….સાંઇ સાંઇના સતત સ્મરણથી.
શ્રધ્ધા ને વિશ્વાસ પકડી ચાલતા,કર્મ ધર્મ દેહથી સચવાય
સાચી ભક્તિએ સાંઇબાબા આવી,આ જીવન મહેંકાવી જાય
નાતજાતના ભેદને ભટકાવી,કલીયુગી કાતર ચાલતી જાય
સાંઇસાંઇના સ્મરણ માત્રથી,અનેક વ્યાધીઓ ભાગતી જાય
.                       ……………………સાંઇ સાંઇના સતત સ્મરણથી.

=========================================