સાચી હિંમત


.                      . સાચી હિંમત  

તાઃ૪/૮/૨૦૧૩                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

ચાલતી ગાડીએ ચઢી જાવતો,સાચી હિંમત એજ કહેવાય
ઉભી રહેલી ગાડીમાં જવા માટે તો,અપંગ પણ ચઢી જાય
.                          ………………….ચાલતી ગાડીએ ચઢી જાવ તો.
મન મક્કમ જ્યાં હોય જીવનમાં,સફળતાઓને  જ સહેવાય
આંટીઘુટીને આંબી લેતાં,આંગણેઆવતાં દુશ્મન ભડકી જાય
મળે સહારો સાચો જીવનમાં,જ્યાં ના માગણી કોઇ જ રખાય
ઉજ્વળ જીવન તમારુ જોઇ,જગે સંગાથીઓ પણ વધી જાય
.                           ………………….ચાલતી ગાડીએ ચઢી જાવ તો.
શ્રધ્ધા ને વિશ્વાસની કેડી,માનવીનેસાચી હિંમત આપી જાય
અડગ મને જીવન જીવતા,જીવનમાં અનેક માર્ગ ખુલી જાય
સફળતાના શિખર મેળવતા,જલાસાંઇની કૃપા મળી કહેવાય
હિંમતે મર્દા તો મદદે ખુદા,જીવની કહેવત એસાચી થઈ જાય
.                           …………………..ચાલતી ગાડીએ ચઢી જાવ તો.

=======================================