આશીર્વાદ માના


.                         . આશીર્વાદ  માના

તાઃ૬//૨૦૧૩                               પ્રદીપ બ્રહ્મભટ્ટ

અવનીપર તો આવી ગયા,એ જીવને દેહ મળતા જ સમજાય
દુઃખ વેઠીને જન્મ આપતા,માતાને સંતાન મળી ગયુ કહેવાય
.                             …………………અવનીપર તો આવી ગયા.
અનંતપ્રેમ માતાનો વર્ષે,જ્યારે જીવનુ દેહમાં આગમન થાય
સાચો પ્રેમ આપીને પાલવતા,મા ઘણુ દુઃખ સહન કરતી જાય
આચરકુચરને છોડી દઇને,ભાવતુ ભોજનપણ દુર રાખતી જાય
આજ આશીર્વાદ માતાના  સંતાનને,ના અપેક્ષા કોઇજ રખાય
.                               ………………….અવનીપર તો આવી ગયા.
સંતાનને સાચાસંસ્કાર આપીને,ભક્તિમાર્ગ પણ બતાવી જાય
સંતાનના દેહને સાચવી રાખવા,અનેક બંધનથી બંધાઇ જાય
પ્રેમની પાવનકેડી સમજાવી,સરળ જીવનનોમાર્ગ આપીજાય
મળી જાય સંતાનને પ્રેમ માનો,જ્યાં મા ને ચરણે વંદન થાય
.                            ……………………અવનીપર તો આવી ગયા.

++++++++++++++++++++++++++++++++++++

કૃપા માડીની


.                     . કૃપા માડીની

તાઃ૬/૮/૨૦૧૩                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

માડી તારી અસીમ કૃપાએ,હાથમાં કલમ પકડાઇ જાય
અંતરની લાગણીને સમજી,ભક્તિભાવથી લખાઇ જાય
.                        ………………..માડી તારી અસીમ કૃપાએ.
કલમની કેડી પકડતા,માકૃપાએ જીવન સરળ થઇ થાય
ઉજ્વળતાની કેડી પ્રદીપને,મા સરસ્વતીથી  મળી જાય
અનુભવ લાગણી ને પ્રેમે,કલમનીકેડી નિર્મળ થતીજાય
સરળતાનો સહવાસ કલમથી,જે સૌનો પ્રેમ  આપી જાય
.                       ………………….માડી તારી અસીમ કૃપાએ.
વંદન કરતા માગણી માડીથી,અખંડ કૃપા વરસતી જાય
મોહમાયાને અભિમાનને ત્યજી,સરળ જીવન મળી જાય
સાથ મળે જ્યાં કલમ પ્રેમીઓનો,હ્યુસ્ટનમાં આનંદ થાય
આજકાલને ના કદી ગણતા,વર્ષોથી કલમ ચાલતી જાય
.                        ………………….માડી તારી અસીમ કૃપાએ.

=====================================