કુળદેવી કાળકા


.                         . કુળદેવી કાળકા

તાઃ૭/૮૨૦૧૩                                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

માતા કાળકા કુળદેવી મારી,ઉજ્વળ જીવન મને દેનારી
પ્રેમભાવના સંગે ભક્તિ જોઇ,સદા અમારી સંગે રહેનારી
.                      …………………માતા કાળકા કુળદેવી મારી.
અજબ શક્તિ છે એ ધરનારી,પાવનરાહ ભક્તિએ દેનારી
તન મન ધનને એ સંભાળતી,પ્રદીપની શ્રધ્ધાને સ્વીકારી
આવીઆંગણે રક્ષણ કરનારી,સૌનેપાવન જીવનએ દેનારી
સદા નિર્મળ દ્રષ્ટિ રાખી,રમા રવિ દીપલને એ સંભાળનારી
.                     ………………….માતા કાળકા કુળદેવી મારી.
કર્મને સાચી ગતી એ દેનારી,ઉજ્વળ જીવન પણ કરનારી
મોહમાયાથી સૌને બચાવનારી,જીવને સદમાર્ગે દોરનારી
ભુતપ્રેતને એ ભગાડનારી,પવિત્રકર્મથી જીવ બચાવનારી
કુળનીલાજ સદારાખનારી,મુક્તિ જીવને એજ અપાવનારી
.                        ………………….માતા કાળકા કુળદેવી મારી.

***********************************************
ૐ ક્રીંમ કાલીયે નમઃ ૐ ક્રીંમ કાલીયે નમઃ ૐ ક્રીંમ કાલીયે નમઃ
++++++++++++++++++++++++++++++++++++++++++++++