મળેલી કેડી


.                         મળેલી કેડી  

તાઃ૮/૮/૨૦૧૩                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવ જીવનની ઉજ્વળતા,તેને મળેલ માર્ગથી પકડાય
જીવથી પાવનકર્મની સાચી રાહ ,મળેલ કેડીએ સચવાય
.                     …………………માનવ જીવનની ઉજ્વળતા.
વાદળ વર્ષે જ્યાં પ્રેમના કળીયુગે,ના કોઇથીય દુર જવાય
સમજણ મનની નિર્મળરહેતા,સાચીરાહ જીવને મળી જાય
આગમન વિદાય એ બંધન જગના,પવિત્ર કર્મથી બચાય
સરળતાનો સહવાસ રહેતા,જીવનમાં શાંન્તિ મળતી જાય
.                   …………………..માનવ જીવનની ઉજ્વળતા.
તિથી વીધીને ના આંબે કોઇ,કે ના કોઇથી એમાંથી છટકાય
શાંન્તિકેરા માર્ગને પામવા,સાચી જલાસાઇની ભક્તિથાય
મળે જીવનમાં મોહ ને માયા,ના કાયાથી કદી એ દુર જાય
ભક્તિ માર્ગની એક જ રાહે,જીવને પવિત્રતા મળતી જાય
.                  ……………………માનવ જીવનની ઉજ્વળતા.

@@@@@@@@@@@@@@@@@@@@@@@@