શું આપશે?


.                          . શું આપશે?

તાઃ૧/૮/૨૦૧૩                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

કોની કેટલી લાયકાત જીવનમાં,અનુભવથી સમજાઇ જાય
શું આપશે ને ક્યારે કેટલું તમને,એતો સમય  બતાવી જાય
.                   …………………કોની કેટલી લાયકાત જીવનમાં.
મુઠી ભરીને લઈને ધરી જાય,ને ખોબો ધરીને જુએ એ રાહ
કળીયુગની અજ્ઞાનતાએ માનવી,બુધ્ધિથી દુર થઈ  જાય
સમજણને નેવે મુકીને જીવતાં,અનંત તકલીફો મળી જાય
અપેક્ષાને આબાદી દેતા જીવનમાં,માનવતા મહેંકી  જાય
.                   …………………કોની કેટલી લાયકાત જીવનમાં.
મંદીર કરી કળીયુગને ખેંચીને,માનવતાને ફસાવતા જાય
સાધુસંતની શી લાયકાત જગે,ભીખ માગીનેએજીવી જાય
માનવીની નિખાલસતાને ફસાવી,જગે લહેર એ કરી જાય
ના આપી શકે એજીવન,કે ના પત્થરમાં એ પ્રાણ પુરી જાય
.                ……………………કોની કેટલી લાયકાત જીવનમાં.

========================================