ચીંધેલ આંગળી


.                     . ચીંધેલ  આંગળી

તાઃ૧૩/૮/૨૦૧૩                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

શીતળ સ્નેહની સાંકળ લેવા,જીવ અહીં તહીં  ભટકી જાય
માગણીનીઅનેક અપેક્ષા લઈને,અંતે મૃત્યુને પામી જાય
.                      ………………..શીતળ સ્નેહની સાંકળ લેવા.
મળેલ દેહને રાહ મળે અવનીએ,જ્યાં રાહ સીધી લેવાય
ઉજ્વળતાના વાદળ વર્ષે,ત્યાં જ  માનવતા મહેંકી જાય
ચીંધેલ આંગળી દોરે જીવને,જે કર્મના બંધનથી સમજાય
સદમાર્ગ મળીજાય જીવને,જ્યાંસાચી ભાવનાએ ચીંધાય
.                   …………………..શીતળ સ્નેહની સાંકળ લેવા.
મળે પ્રેમ પરમાત્માનો જીવને,જ્યાં ભક્તિ પ્રેમથી થાય
માળાના મણકાને ભુલીને ભજતાં,પાવનરાહ મળી જાય
માનવીનીમાગણી પ્રભુથી,જીવને મુક્તિમાર્ગ મળી જાય
જલાસાંઇની નિર્મળભક્તિએ,જગની મોહમાયા છુટીજાય
.                     …………………શીતળ સ્નેહની સાંકળ લેવા.

++++++++++++++++++++++++++++++++++++