વંદન થાય


.                        . વંદન થાય

 તાઃ૧૫/૮/૨૦૧૩                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રથમ વંદન પરમાત્માને,દ્વીતીય સંત જલાસાંઇને થાય
તૃતીય વંદન માતાપિતાને,ને ચતુર્થ સાસ સસુરને થાય
ને પાંચમુ વંદન માતૃભુમીને,જે  આજન્મ સફળ કરી જાય

શ્રધ્ધા રાખી પરમાત્માને વંદતા,કર્મના બંધન છુટી જાય
જીવને મળેલ દેહથી છુટાય,જ્યાં પરમાત્માની દ્રષ્ટિ થાય
રાહમળે પવિત્ર ઉજ્વળતાસંગે,સંત જલાસાંઇથી મેળવાય
સંસારની કેડી પકડી ભક્તિસંગે,ત્યાં માનવતા મહેંકી જાય
.                         …………………પ્રથમ વંદન કરુ પરમાત્માને.
મળે દેહ અવનીએ જીવને,ત્યાં પતિ પત્નીના પ્રેમને સમજાય
સંતાનને ઉજ્વળકેડી લેવા,માબાપે દીધેલ સંસ્કારને સચવાય
કર્મબંધન પકડીચાલતા,જીવનમાં પતિપત્નીનો સંબંધ થાય
સાસુ સસરાએ નિમીત બન્યા,વંદને જીવન સંગીની દઈ જાય
.                      ……………………પ્રથમ વંદન કરુ પરમાત્માને.
અવનીનો ઉપકાર જીવ પર,જે પવિત્ર કર્મબંધન આપી જાય
મળે મહેંક માટીની દેહને,જે વાણી વર્તન ને કર્મ કરાવી જાય
માતૃભુમીને વંદન કરતાં જીવને,સત્કર્મોની જ્યોત મળી જાય
જયજયકારના વાદળ ઘેરાતા,અવનીએ આનંદ અનેરો થાય
.                      …………………….પ્રથમ વંદન કરુ પરમાત્માને.

************************************************