કલાની કેડી


.Pappa Pagal

.                        . કલાની કેડી

તાઃ૧૭/૮/૨૦૧૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

મોહનલાલ કરમચંદ ગાંધીએ,ભારતને કરી દીધુ આઝાદ
મુકુન્દભાઇ ગાંધીએ સાચીરાહે,હ્યુસ્ટનમાં દીધુ કલાનુ દાન
.                …………………..મોહનલાલ કરમચંદ ગાંધીએ.
રીટાર્યડ થાવ કે કરે સંતાન,એતો સમયજ બતાવી જાય
મળેપ્રેમ જો સંતાનનો માબાપને,તો  અનંતઆનંદ થાય
વાંકીકેડી આંગણે આવી જાયતો,પછીપપ્પા પાગલ થાય
સાચી રાહ પપ્પાને મળતા,કળીયુગી  સંતાન ભડકી જાય
.             …………………….મોહનલાલ કરમચંદ ગાંધીએ.
અજબકળાની કેડી મુકુન્દભાઇની,તેમના  અભિનયે દેખાય
શરીરની વેદના ભુલીનેકરતાં,જોઇ અભિમાન અમને થાય
વંદન તેમની કલાને કરવા,હ્યુસ્ટનના કલાપ્રેમી મળી જાય
અભિનંદનની નાવ લઇને આવી,પ્રેમીકલાસાગર તરી જાય
.               ……………………મોહનલાલ કરમચંદ ગાંધીએ.

========================================

.    .હ્યુસ્ટનમાં કલાની રાચી રાહ આપતા શ્રી મુકુન્દભાઇ ગાંધીના અભિનય ને જોઇ અનંત
આનંદ થતા આ લખાણ પ્રદીપ બ્રહ્મભટ્ટ તથા હ્યુસ્ટનના કલાપ્રેમીઓ તરફથી યાદ રૂપે સપ્રેમ ભેંટ.

સાચી જ્યોત


.                      .સાચી જ્યોત

તાઃ૧૯/૮/૨૦૧૩                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

પરમ પ્રેમને પારખી ચાલતા,સરળ જીવન મળી જાય
મળેજીવને સાચી જ્યોત,આધી વ્યાધી દુર ભાગી જાય
.                 ………………..પરમ પ્રેમને પારખી ચાલતા.
અનેક અભિલાષાઓ અંતરમાં,આ જીવને જકડી જાય
સરળતાનો ના સાથ રહે જીવને,કે ના રસ્તો કોઇ દેખાય
પ્રેમની સાચી જ્યોત નિખાલસ,જીવન સરળ થઇ જાય
ઉજ્વળતાના વાદળવરસતા,પાવનકર્મ જીવનમાંથાય
.                ………………….પરમ પ્રેમને પારખી ચાલતા.
લાગણી જીવને સરળ લાગે,નિસ્વાર્થ ભાવે ના સમજાય
કળીયુગની કાતરથી બચવા,જીવે સમજીને ડગલુ ભરાય
મળે અચાનક જો પ્રેમ જીવને,મિથ્યા જીવન એ કરી જાય
જલાસાંઇની ભક્તિ સંગે,જીવને  સાચી જ્યોત મળી જાય
.               ……………………પરમ પ્રેમને પારખી ચાલતા.

+++++++++++++++++++++++++++++++++++++