ભાઇબહેનનો પ્રેમ


bhaibahenano prema

.                           .ભાઇબહેનનો પ્રેમ

તાઃ૨૦/૮/૨૦૧૩          (રક્ષાબંધન)           પ્રદીપ બ્રહ્મભટ્ટ

પવિત્રપ્રેમની સાંકળ જગતમાં,ભાઇબહેનના પ્રેમથીજ  મળી જાય
રક્ષાબંધનનો તહેવાર આવતા જ,પ્રેમ નિતરતા આંખો ભીની થાય
.                         ……………………… પવિત્ર પ્રેમની સાંકળ જગતમાં.
ઉજ્વળ જીવનની રાહ મળે ભાઇને,જ્યાં બહેનનો પ્રેમ મળી જાય
સરળ જીવનમાં શાંન્તિ સ્પર્શતા,ભાઇબહેનના પ્રેમની કદર થાય
આવી આંગણે કૃપા મળે જલાસાંઇની,આ જન્મ સફળ થઈ  જાય
મોહમાયાના બંધન છુટતા જીવના,ભવોભવના બંધન છુટી જાય
.                          …………………….પવિત્ર પ્રેમની સાંકળ જગતમાં.
ભાઇબહેનના પ્રેમના બંધન,ના લોહીના સંબંધથી કદી સચવાય
મળેપ્રેમ જગતમાં સાચો જીવને,જે બંધન સાચા છે એમ કહેવાય
વડીલને વંદન કરતા તો  જીવનમાં,ના રાહ કદી આડી મેળવાય
વિપુલાબેનનો પ્રેમ મળે ભાઇ પ્રદીપને,જીવન ઉજ્વળ કરી જાય
.                        ………………………પવિત્ર પ્રેમની સાંકળ જગતમાં.

***************************************************