અલબેલી અવની


.                      . અલબેલી અવની

તાઃ૨૩/૮/૨૦૧૩                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

અલબેલી આ અવનીપર,જીવને અનેક દેહ મળતા જાય
ઉજ્વળતાના સોપાન મળતા,જીવે કર્મપાવન થઈ જાય
.                           ………………….અલબેલી આ અવનીપર.
કર્મની કેડી અવનીએ અલબેલી,ના કોઇ જીવથી છટકાય
મળેલ બંધનને પારખી ચાલતા,દેહે કર્મ પાવન થઈ જાય
આવી આંગણે પ્રેમમળે પ્રભુનો,જ્યાં ભક્તિજ્યોત પ્રગટાય
ઉજ્વળતાના વાદળ વરસતા,પાવન કર્મ જીવનમાં થાય
.                          ……………………અલબેલી આ અવનીપર.
લાગણી પ્રેમ તો મળે દેહને,જ્યાં જીવથી અવનીએ અવાય
મળે દેહ જીવને અવનીએ,તેના  કર્મના બંધનથી સમજાય
નિર્મળતાનો સંગ મળતા, જીવનમાં સરળતા મળતી જાય
મોહમાયાની ચાદર છુટતા જ,અલબેલી અવનીથી છટકાય
.                         …………………….અલબેલી આ અવનીપર.

=====================================