જીવનની જ્યોત


.                          . જીવનની જ્યોત

તાઃ૨૫//૨૦૧૩                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

સંસ્કારની કેડી સરળ મળે,જ્યાં નિર્મળતાને સચવાય
પ્રેમની પાવન જ્યોત પ્રગટે,આ જીવન ઉજ્વળ થાય
.                      ………………….સંસ્કારની કેડી સરળ મળે.
નિરાધારનો  આધાર પ્રભુ છે,જે સમયે જીવને સમજાય
મળે માયાનીચાદર દેહને,પાવનકર્મ જીવથી છુટી જાય
સરળતાનો નાસાથ રહે જીવને,કે નામાનવતા મેળવાય
કર્મની સાંકળ વળગી રહેતા,જીવ અહીં તહીં ભટકી જાય
.                     ……………………સંસ્કારની કેડી સરળ મળે.
અજબલીલા કરતારની જગતમાં,ના જીવનેએ સમજાય
આવીઆંગણે કૃપારહે,તોય ના કળીયુગે જીવને એ દેખાય
જ્યોત જીવનની પ્રગટેત્યારે,જ્યાં જલાસાંઇનીકૃપા થાય
ઉજ્વળતાના સોપાન ખુલે,જ્યાં નિર્મળ ભક્તિ પ્રેમે થાય
.                   …………………….સંસ્કારની કેડી સરળ મળે.

===================================