જય શ્રી કૃષ્ણ


Krishna Yashoda.

                                જય શ્રી કૃષ્ણ  

તાઃ૨૮/૮/૨૦૧૩  (જન્માષ્ટમી)       પ્રદીપ બ્રહ્મભટ્ટ

પરમાત્માનુ આગમન અવનીએ,માનવદેહ થકી મળી જાય
ઉજ્વળતાની કેડી આપવા પધારે,એ કૃષ્ણ અવતાર કહેવાય
.                       ………………….પરમાત્માનુ આગમન અવનીએ.
અનંતપ્રેમની  કેડી માતાથી મેળવી,સાચી રાહ આપી જાય
માતાપિતાની કૃપા દર્શાવી જેલમાં,એ સંતાને આવી જાય
અજબ શક્તિની લીલા ન્યારી,સરળજીવનથી બતાવી જાય
પ્રેમ મેળવ્યો ગોકુળમાં ખેલીને,સૌનેએ સ્નેહયાદ આપી જાય
.                      …………………..પરમાત્માનુ આગમન અવનીએ.
નારાયણનુ આગમન અવનીએ,રામકૃષ્ણ સ્વરૂપ એમ કહેવાય
ભક્તિભાવની કેડી દઇને જીવોની,માનવતા એ મહેંકાવી  જાય
જય શ્રી કૃષ્ણના એકજ જાપથી,અવનીના આબંધન છુટી જાય
પરમાત્માની અજબકૃપા મળે,જ્યાં જન્માષ્ટમી પ્રેમથી ઉજવાય
.                      …………………..પરમાત્માનુ આગમન અવનીએ.

+++++++++++++++++++++++++++++++++++++=