કરુણાસાગર


.                    .કરુણાસાગર

તાઃ૩૦/૮/૨૦૧૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

કળીયુગની માયાને છોડતા,પરમાત્માનો પ્રેમ મળી જાય
ઉજ્વળ જીવન મળે કૃપાએ,જ્યાં કરુણા પ્રભુની થઈ થાય
.                    ……………………કળીયુગની માયાને છોડતા.
અવનીપરના આગમને જીવને,દેહથી કેડી સમજાઇ જાય
મળેલ દેહની માયાને છોડતા,જલાસાંઇનીકૃપા થઈ જાય
પરમાત્મા તો કરુણાનો સાગર છે,જે લાયકાતે મળી જાય
મનથી કરેલ ભક્તિ સાચી,જીવનની રાહ સરળ થઈ જાય
.                     …………………..કળીયુગની માયાને છોડતા.
કળીયુગના બંધન તોછે આકરા,ના જીવથી કદીય છટકાય
સરળતાનોસંગ મળેજીવને,જ્યાં કરુણા જલાસાંઇની થાય
મળેલદેહથી મુક્તિ પામવા કાજે,સાચી ભક્તિપ્રેમથી થાય
આવી આંગણે કૃપા રહે પ્રભુની,કરુણા સાગર વરસી  જાય
.                   ……………………કળીયુગની માયાને છોડતા.

++++++++++++++++++++++++++++++++++++