પવિત્ર શ્રાવણ


shiva_wallpaper_12

.                              . પવિત્ર શ્રાવણ

તાઃ૨/૯/૨૦૧૩          સોમવાર              પ્રદીપ બ્રહ્મભટ્ટ

પવિત્ર શ્રાવણ માસનો આજે, હિન્દુધર્મમાં છેલ્લો છે સોમવાર
પ્રેમથી સાચી ભક્તિ કરતા, જીવ પર ભોલેનાથની કૃપા થાય
.                             ………………….પવિત્ર શ્રાવણ માસનો આજે.
દુધ અર્ચના પ્રેમે કરતાં,નાગદેવતાની અસીમકૃપા થઇ જાય
ૐ નમઃ શિવાયના સતત સ્મરણથી,આ જીવન નિર્મળ થાય
માતા પાર્વતીની કૃપા મળતા,જીવને માનો  પ્રેમ મળી જાય
ગજાનંદની એકજ દ્રષ્ટિ પડતા,જીવ જન્મમરણથી છુટી જાય
.                          ……………………પવિત્ર શ્રાવણ માસનો આજે.
ધુપદીપને ભક્તિ પ્રેમથી કરતા,આ ઘરને પાવન કરી જાય
શિવજી જગતમાં ભોળા દેવ છે,સાચી ભક્તિએજ રાજી થાય
માયા મોહના બંધન તુટતાજ,જીવને મુક્તિ માર્ગ મળી જાય
પરમાત્માનો પ્રેમમળતા જીવના,અવનીનાબંધન છુટીજાય
.                        ……………………..પવિત્ર શ્રાવણ માસનો આજે.

+++++++++++++++++++++++++++++++++++++++++++