જીવન જ્યોત


.                       .જીવન જ્યોત

તાઃ૧૦/૯/૨૦૧૩                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

કર્મથી શીતળ સ્નેહ મળે,ના માગણી જીવનમાં કોઇ થાય
લાયકાતની કેડી મળે કૃપાએ,જે સાચી ભક્તિએ સચવાય
.                    …………………..કર્મથી શીતળ સ્નેહ મળે.
અવનીપર જ્યાં આવે જીવ,ત્યાં સૃષ્ટિ કુદરતની દેખાય
મળે દેહ  જે જીવને,એ જ તેના કર્મના બંધન છે કહેવાય
માનવદેહ એ કૃપા પ્રભુની,જીવને મુક્તિ માર્ગે દોરી જાય
ભક્તિની સાચીસાંકળ પકડાતા,ના અહીંતહીં એ ભટકાય
.                     ………………….કર્મથી શીતળ સ્નેહ મળે.
જીવને મળેલ સાચી જ્યોત,દેહને પવિત્ર માર્ગે લઈ જાય
સરળ જીવનમાં પ્રભુકૃપાએ,સૌનો સાચો સાથ મળી જાય
નિર્મળતાના વાદળ વરસતા,પાવનકર્મ જીવનમાં થાય
આધી વ્યાધીને આંબી લેવા,જીવે જલાસાંઇની કૃપા થાય
.               ……………………….કર્મથી શીતળ સ્નેહ મળે.

====================================