સત્યના બારણે


.                        .સત્યના બારણે

તાઃ૨૩//૨૦૧૩                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

કુદરતની આ અતુટલીલા,સાચી માનવતાએ જ મેળવાય
સત્યના બારણે આવી રહેવા,જીવનમાં નિર્મળતાસચવાય
.                      ……………………કુદરતની આ અતુટલીલા.
ક્રોધ મોહ છે ક્ળીયુગના બંધન,શીતળતાને ભગાડી જાય
માનવી થઈને જીવન જીવવા,સાચી ભક્તિ પ્રેમથી થાય
લીધેલ કેડી જીવનમાં દેહે,લાગણી મોહને એદર્શાવી જાય
સુખશાંન્તિ છેકૃપાનાવાદળ,જલાસાંઇનીભક્તિથીલેવાય
.                      ……………………કુદરતની આ અતુટલીલા.
લાગણી એતો અંતરથી નીકળે,જ્યાં સાચો પ્રેમ વર્ષી જાય
સગાસંબંધી એ જગનાબંધન,કર્મબંધને જીવનેજકડીજાય
અવનીપરના આગમનને પકડી,જીવ અવનીએ ભટકાય
સત્યનાબારણા જીવનાખુલે,જ્યાં અસત્યના બંધ થઇજાય
.                      ……………………કુદરતની આ અતુટલીલા.

======================================